તા. ૩ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૨ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
ધો. ૧૦-૧ર ની પરીક્ષામાં ૧૩.૭પ લાખ છાત્રોએ ફોર્મ ભર્યા
ધો. ૧૦માં ૮૬પ૩૯૬, ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં ૪૦૦૪૪૯, ધો. ૧ર સાયન્સમાં ૧૦૯૭૮૦ પરીક્ષાર્થીઓના ફોર્મ ભરાયા પરીક્ષાર્થીઓની સંખ્યા હજુ વધશે

અમદાવાદ તા. ૩ :.. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧ર ની પરીક્ષાના ફોર્મ ભરવાનું કાર્ય ચાલુ છે ત્યારે અત્યાર સુધીમાં ધો. ૧૦-૧ર માં કુલ ૧૩ લાખ ૭પ હજાર વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ફોર્મ ભરયા છે. આ આંકડો વધશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૭ ફેબ્રુઆરીથી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વિકારવાની મુદ્દત પુર્ણ થયા બાદ લેઈટ ફી સાથે ત્રણ તબક્કામાં ફોર્મ સ્વિકારવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ છે ત્યારે અત્યાર સુધીમાં બોર્ડની પરીક્ષા માટે ૧૩.૭૫ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આગામી દિવસોમાં વધુ ફોર્મ ભરાયા બાદ સંખ્યામાં વધારો થશે.
ધોરણ-૧૦ માટેના ફોર્મ ૨૨ ડિસેમ્બર સુધી સ્વિકારવામાં આવનાર છે, જ્યારે ધોરણ-૧૨ સાયન્સના ફોર્મ પણ ૨૨ ડિસેમ્બર સુધી સ્વિકારાશે. ધોરણ-૧૨ સામાન્ય ઙ્કવાહના ૨૪ ડિસેમ્બર સુધી સ્વિકારવામાં આવશે. બોર્ડની પરીક્ષા માટે અત્યાર સુધી કુલ ૧૩૭૫૬૨૫ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. જેમાં ધોરણ-૧૦ની પરીક્ષા માટે ૮૬૫૩૯૬ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ માટે ૪૦૦૪૪૯ વિદ્યાર્થીઓના ફોર્મ સ્વિકારવામાં આવ્યા છે. આ ઉપરાંત ધોરણ-૧૨ સાયન્સમાં ૧૦૯૭૮૦ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે.માર્ચ-૨૦૨૪ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી ૧૫.૩૯ લાખ જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા. જેમાં ધોરણ-૧૦ માટે ૯૧૭૬૮૭ ફોર્મ ભરાયા હતા. જ્યારે ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા માટે ૧૩૧૯૮૭ ફોર્મ ભરાયા હતા. આ ઉપરાંત ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ માટે ૪૮૯૨૭૯ ફોર્મ ભરાયા હતા. આમ, કુલ ૧૫૩૮૯૫૩ જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા.
જોકે, ગત પરીક્ષાની સરખામણીમાં હજુ આ વખતે ૧૬૩૩૨૮ જેટલા ફોર્મ ઓછા ભરાયા છે, પરંતુ હજુ ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી હોવાથી આગામી દિવસોમાં વધુ સંખ્યામાં ફોર્મ ભરાયા બાદ આંકડો વધશે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
