<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રેશનકાર્ડ હોલ્‍ડરોની સ્‍થિતિ ફરી ખરાબ થશેઃ ડીસેમ્‍બરની દાળ અને ચણામાં પ૦ ટકાનો કાપઃ ખાંડ ૧૦૦% કરી દેવાઇઃ લાખો કાર્ડ હોલ્‍ડરોમાં ભારે દેકારો રાજયનું પુરવઠા તંત્ર ગરીબ રાશનકાર્ડ હોલ્‍ડરો કોઇપણ પ્રકારે હેરાન થાય તેવા નિર્ણયો દર મહિને લઇ લેવામાં પારંગત થઇ ગયું છેઃ ગયા મહિને તુવેરદાળ અને ખાંડમાં પ૦ ટકા કાપ મૂકી દીધોઃ તેનો દેકારો શમ્‍યો નથી ત્‍યાં ડીસેમ્‍બરમાં ખાંડ ૧૦૦ ટકા ફાળવણી કરીઃ પરંતુ તુવેરદાળ અને ચણામાં ડીસેમ્‍બરની ફાળવણીમાં પ૦ ટકાનો કાપ મૂકી દેતા લાખો ગરીબ કાર્ડ હોલ્‍ડરોમાં દેકારો મચી ગયો છેઃ હજારો દુકાનદારો પણ કંટાળી ગયા છેઃ સર્વર અંગે વ્‍યાપક ફરિયાદો છે4:25 PM IST

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી : છેલ્લા છ મહિનામાં સ્નિફર ડોગ્સની ટીમે સફળતાપૂર્વક આઠ ગુનાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી : એન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં મેળવી સફળતા : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કુશળ ટીમની પ્રસંશા કરીને અભિનંદન પાઠવ્યા :તાલીમબદ્ધ નાર્કોટિક્સ ડોગ ‘ગુલાબ’એ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી સ્ટીલના ડબ્બામાં અથાણા અને રસગુલ્લાની વચ્ચે સેલોટેપ વિંટળીને સંતાડેલો ગાંજાનો જથ્થો શોધ્યો : ‘બીના’ ડોગે ભાવનગર ખાતે લોહીના ડાઘની સ્મેલથી મર્ડરના ત્રણ આરોપીઓને ફાઇન્ડ આઉટ કર્યા : ‘પેની’ ડોગે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી રૂ.૧.૦૭ કરોડની ચોરીનો ગુનો એક સ્કુલ બેગ અને પાણી બોટલ સુંઘીને ડિટેક્ટ કર્યો : બળાત્કારના એક ગુનામાં ‘પાવર’ ડોગે ચંપલની સ્મેલથી ગુનામાં વપરાયેલા બાઇક સુધી પહોંચાડવામાં પોલીસને મદદ કરી 12:16 PM IST

ગુજરાતભરમાં આગામી તા. ૬-૭ ડિસેમ્બરના રોજ યોજાશે “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪” : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી કરાવશે રાજ્યવ્યાપી શુભારંભ : રાજ્યભરના ૨૪૬ તાલુકા ખાતે યોજાનાર ‘રવિ કૃષિ મહોત્સવ’માં ૨.૫ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે : કૃષિ મહોત્સવ થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ‘લેબ ટુ લેન્ડ’નો મંત્ર સાચા અર્થમાં ચરિતાર્થ થયો : કૃષિ મહોત્સવના આયોજનથી ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો-તજજ્ઞો વચ્ચેનું અંતર દૂર થયું : વડાપ્રધાનશ્રીના આગવા વિઝનથી શરુ થયેલા કૃષિ મહોત્સવના પરિણામે ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થઇ : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ 4:13 PM IST