News of Tuesday, 3rd December 2024
ભાજપના સભ્ય બનો, લુંટ અને ભ્રષ્ટાચારનું લાયસન્સ મેળવોઃ શકિતસિંહ ગોહિલના પ્રહારો
ભુપેન્દ્ર ઝાલાએ ભાજપની ટોપી અને ખેસ પહેરી જનતાને હજારો કરોડની ટોપી પહેરાવીઃ દિગ્ગજ ભાજપીઓ સાથે તસ્વીરો

અમદાવાદઃ રાજ્યમાં પોન્ઝી સ્કીમ હાલ ચર્ચાનું કેન્દ્ર બનતી જાય છે. આ દરમિયાન હવે રાજનીતિ શરૂ થઈ છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપના સભ્ય બનો, પછી લૂંટ અને ભ્રષ્ટાચારનું લાયસન્સ મેળવો. ભાજપના એક નેતાએ એક કંપની બનાવી અને પૈસા આપવા અને બે વર્ષમાં બમણી રકમ પરત લેવાની સ્કીમ ચલાવી. ખેડૂતો, ગરીબો, પેન્શનરો તેમના શબ્દોથી પ્રભાવિત થયા અને બધાએ તેમની યોજનામાં રૂ. ૬,૦૦૦ કરોડનું રોકાણ કર્યું. તે બીજેપી નેતા સામાન્ય જનતા પાસેથી ૬,૦૦૦ કરોડ રૂપિયા લઈને ગાયબ થઈ ગયા. તેવું તેમણે કહયું છે.
શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, મેં તમને તમામ પુરાવા સાથે કહ્યું કે ગુજરાત નીટ પેપર લીકનું કેન્દ્ર છે. આ કેસમાં જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે ભાજપનો નેતા છે. આ સાથે સુરતમાં જે વ્યક્તિના સ્થળેથી ડ્રગ્સ મળી આવ્યું છે તે પણ ભાજપનો નેતા હોવાનું બહાર આવ્યું છે. ડ્રગ્સ સપ્લાય કરનાર વ્યક્તિ પણ ભાજપ સાથે સંકળાયેલી હતી. તે સ્પષ્ટ છે કે જે લોકો છેતરપિંડી કરે છે તેઓ ભાજપ સાથે જોડાયેલા છે.
ભૂપેન્દ્ર ઝાલા ભાજપની ટોપી અને ખેસ પહેરીને, જનતાને રૂ. ૬ હજાર કરોડની ટોપી પહેરાવી. તેમની તસવીરો ગળહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ વગેરે સાથે તેમની તસવીરો છે. તેણે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ભાજપના મોટા નેતાઓ મહેમાન તરીકે આવ્યા હતા. મુખ્યમંત્રીથી માંડીને કેન્દ્રીય મંત્રીના નેતાઓ કાર્યક્રમમાં મહેમાન બનીને જાય જેથી સામાન્ય માણસ તેને છેતરપિંડી ન ગણે. નરેન્દ્ર મોદી ચૂંટણી વખતે કહેતા હતા કે હું એક પણ ચોરને બહાર નહીં રહેવા દઉં. દેશની જનતાએ વિચાર્યું કે તેઓ બધાને જેલમાં પુરી દેશે. પરંતુ તેમનો કહેવાનો અર્થ એ હતો કે - હું એક પણ ચોર, એક પણ ભ્રષ્ટાચારીને છોડવા નહીં દઉં. હું દરેકને ભાજપમાં સામેલ કરીશ. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષે તાતા તીર છોડતા કહયું હતું. (૩૬.૭)
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
