News of Tuesday, 3rd December 2024
આઈટીનું મેગા ઓપરેશન :40 સ્થળે સર્ચ: ટ્રોગોન,રાધે અને ધરતી સાંકેત ગ્રૂપ પાસેથી 10 કરોડની રોકડ મળી
કરોડો રૂપિયાના બોગસ લોનની એન્ટ્રી, એકોમોડેશન એન્ટ્રીઓ મળી : આ ત્રણેય બિલ્ડર ગ્રુપના 15 બેંક લોકર સીલ કરાયા

અમદાવાદ :ઈન્કમટેક્સ વિભાગ 4171 અમદાવાદ,મહેસાણા, હિંમતનગર, અને મોરબીમાં 40 સ્થળે મેગા સર્ચ ઓપરેશન હાથ પરવામાં આવી રહ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા ચાલી રહેલી સર્ચમાં વધુ જ સ્થળનો ઉમેરો કરાયો છે. I.T. વિભાગ દ્વારા ટ્રોગોન ગ્રુપ, રાધે ગ્રુપ અને ધરતી સાંકેત ગ્રુપમાં ચાલી રહેલી સર્ચ દરમિયાન અત્યાર સુધીમાં રૂ. 10 કરોડની રોકડ રકમ મળી આવી છે અને મોટાપાવે જવેલરી પણ મળી આવી છે અને હાલ જવેલરીનું વેલ્યુએશન કરવામાં આવી રહ્યું છે.
આવકવેરા વિભાગ દ્વારા આ ત્રણેય બિલ્ડર ગ્રુપના 15 બેંક લોકર સીલ કરવામાં આવ્યા છે અને આ બેંક લોકર ઓપરેટ કરવામાં આવ્યા પછી રોકડ, સોના- ચાંદીના દાગીના, લગડીઓ, જવેલરી, રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજો મળી આવે તેવી શક્યતા છે.
આવકવેરા વિભાગ દ્વારા આ ત્રણેષ ગ્રુપમાં હાથ ધરાઈ રહેલી સર્ચ દરમિયાન પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ ઓન મની વ્યવહારો મળી આવ્યા છે અને કરોડો રૂપિયાના બોગસ લોનની એન્ટ્રી, એકોમોડેશન એન્ટ્રીઓ મળી આવી છે તેમજ બોગસ એકાઉન્ટ પણ જોવા મળ્યા છે. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા આ સર્ચ ઓપેરશન પૂરું થયા પછી કરોડોની કરચોરી પકડાય તેવી શક્યતા છે.
રાધે ગ્રુપ, ટ્રોગોન ગ્રૂપ અને ધરતી સાંકેત ગ્રુપના જમીનોના સોદા અને રેસિડેન્સિયલ તથા કોમર્શિયલ બિલ્ડિંગ સહિત કન્સ્ટ્રક્શન વ્યવસાય અને તેની સાથે સંકળાયેલા વ્યવસાયોમાં કરોડોના શંકાસ્પદ બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહેલા સર્ચ ઓપરેશનને પગલે કરચોરોમાં ફફડાટ ફેલાયો છે.
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા હાથ ધરાઈ રહેલી સર્ચ દરમિયાન પ્રાથમિક તપાસમાં ટ્રોગોન ગ્રુપ, રાધે ગ્રુપ અને ધરતી સાંકેત ગ્રુપ દ્વારા કરાયેલા એગ્રીમેન્ટ- કરારોમાં દર્શાવેલી મિલ્કતની કિંમત અને બજાર કિંમત વચ્ચે મોટો તફાવત પણ જોવા મળ્યો છે અને આ પ્રકારે મિલ્કતની બજાર કિંમત કરતા ઓછી કિંમત દર્શાવતા દસ્તાવેજો કરીને એટલેકે અન્ડરવેલ્યુએશન કરીને જંગી કરચોરી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. IT વિભાગને સર્ચ દરમિયાન મળી આવેલા કરોડોના બેનામી, બિનહિસાબી વ્યવહારોમાં ઓન મની બોગસ એન્ટ્રીઓ, બોગસ લોનની એન્ટ્રી, બોગસ એકાઉન્ટની એન્ટ્રીઓ ધરાવતી કાચી નોંધ, ડાયરીઓ, ડિજીટલ ડેટા વગેરે મળી આવ્યા છે અને તેની ચકાસણી ચાલી રહી છે
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
