તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Tuesday, 3rd December 2024
CBSE બોર્ડનો પ્લાન, જુદા-જુદા વિષયમાં બે પરીક્ષા પેટર્ન લાગુ કરવા વિચારણા : ક્ષમતા પ્રમાણે વિદ્યાર્થીઓને મળશે વિકલ્પ

અમદાવાદ, તા. ૩ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)ના સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડની શૈક્ષણિક શાખા આગામી વર્ષોમાં વિવિધ વિષયો માટે બે સ્તરની પરીક્ષા લેવા પર કામ કરી રહી છે. આ પગલું નેશનલ એજ્યુકેશન પોલિસી(NEP) ૨૦૨૦ હેઠળ લેવામાં આવી રહ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને તેમના જ્ઞાન અને ક્ષમતા અનુસાર વિવિધ વિષયોમાં બે સ્તરમાં પરીક્ષા પેટર્નની સુવિધા આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
પહેલેથી જ આ પેટર્ન હાલમાં ગણિત વિષય માટે લાગુ કરવામાં આવી છે. જે ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષાનો ભાગ છે. CBSEના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, આ મુદ્દા અંગે પહેલાથી જ ઘણાં રાઉન્ડની બેઠકો થઇ ચૂકી છે. જેમાં યોજનાની વિગતવાર તપાસ કરવામાં આવી છે. આ હેઠળ વિદ્યાર્થીઓ તેમની ક્ષમતા અનુસાર પરીક્ષાનું મુશ્કેલી સ્તર પસંદ કરી શકશે. જેથી કરીને તેમની ક્ષમતા અને સમજને વધુ સારી રીતે માપી શકાય.
હવે CBSE વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા અન્ય મહત્ત્વપૂર્ણ વિષયોમાં આ પેટર્ન લાગુ કરવાની યોજના બનાવી રહી છે. તેનો ઉદ્દેશ્ય એ સુનિヘતિ કરવાનો છે કે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસના ક્ષેત્રોમાં વધુ સારી તકો મળી શકે અને તેમની ક્ષમતા અનુસાર પરીક્ષામાં ભાગ લઇ શકે. જો કે, આ પ્રસ્તાવ હજુ સુધી બોર્ડની ગર્વનિંગ બોડી પાસે ગઈ નથી. સર્વોચ્ચ સંસ્થાની મંજૂરી મળ્યા પછી જ તેનો અમલ કરી શકાશે. આ પછી નવી સિસ્ટમ હેઠળ વિદ્યાર્થીઓને તેમના માટે યોગ્ય મુશ્કેલીઓના સ્તરના આધારે પરીક્ષા આપવાની તક મળશે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
