News of Tuesday, 3rd December 2024
BU પરમિશન, 15 વર્ષનું રજીસ્ટ્ર્ડ લીઝ એગ્રીમેન્ટ સામે ગુજરાત રાજ્યમાં 40,000 પ્રીસ્કૂલના સંચાલકોની હડતાળ : સંચાલકો દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને આવેદનપત્ર : રાજ્યની તમામ પ્રિસ્કૂલ બંધ રાખી સંચાલકોએ અમદાવાદમાં વિરોધ નોંધાવ્યો
મોટા ભાગની પ્રિ-સ્કૂલ નાના ઘરમાં અથવા તો બંગલોમાં ચાલતી હોય છે તેથી 11 મહિનાના ભાડા કરાર થઈ શકે. પરંતુ 15 વર્ષ માટે લીઝ અગ્રીમેન્ટ મળી શકે તેમ નથી : ન્યાય આપવા માંગણી

અમદાવાદ તા.૩ : અમદાવાદમાં રાજ્યની તમામ પ્રીસ્કૂલ બંધ રાખી સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. નવી પ્રીસ્કૂલ રજીસ્ટ્રેશનના નિયમોમાં ફેરફાર કરવા માંગ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને વારંવાર રિકવેસ્ટ કરવામાં આવી છે. BU પરમિશન, 15 વર્ષનું રજીસ્ટ્ર્ડ લીઝ એગ્રીમેન્ટ સામે રજુઆત કરવામાં આવી છે. આજે પ્રી સ્કૂલના સંચાલકો મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપવા ગયા હતા અને પોતાની માંગણીઓ રજૂ કરી છે. 15 વર્ષનું રેન્ટ એગ્રીમેન્ટ કરવું આર્થિક રીતે શક્ય ના હોવાની પણ રજુઆત કરવામાં આવી છે.
પ્રી સ્કૂલના સંચાલકો આજે પોતાની માંગણીોને લઇને હડતાળ પર ઉતર્યા છે. પ્રી સ્કૂલના નિયમોને હળવા કરવાની માંગ સાથે સંચાલકોએ આજે પ્રી સ્કૂલ બંધ રાખીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. સંચાલકોના કહેવા અનુસાર નિયમો હળવા કરવા જોઇએ. 15 વર્ષનું લીઝ એગ્રિમેન્ટ શક્ય ન હોવાથી સંચાલકો નિયમ હળવા કરવાની રજુઆત કરી રહ્યાં છે. આશરે 40 હજાર પ્રી સ્કૂલના સંચાલકો આ હડતાળમાં જોડાયા છે. રાજ્યની મોટાભાગની પ્રિ-સ્કૂલ મહિલા સંચાલિત છે. ત્યારે મહિલાઓએ પણ આ નિયમોના કારણે પ્રી-સ્કૂલ બંધ થઈ જશે તો પોતાની રોજગારી છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરી છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રી-સ્કૂલ ચલાવવા માટે તમામ પ્રી-સ્કૂલ સંચાલક પાસે સ્થળ પરનું BU પરમિશન 15 વર્ષનું રજિસ્ટર્ડ લીઝ અગ્રીમેન્ટ વગેરે ફરજિયાતપણે હોવું જરૂરી છે, તેની સામે ગુજરાત પ્રી-સ્કૂલ એસોસિયેશન દ્વારા 15 વર્ષનું લીઝ અગ્રીમેન્ટ હોવું તે શક્ય નથી. કારણ કે પ્રી-સ્કૂલ એ ખૂબ જ નાનું એકમ છે અને તેના માટે 15 વર્ષ માટે કોઈ પણ આપી શકે તેમ નથી. કારણ કે મોટા ભાગની પ્રૉી-સ્કૂલ નાના ઘરમાં અથવા તો બંગલોમાં ચાલતી હોય છે. તેથી 11 મહિનાના ભાડા કરાર થઈ શકે. પરંતુ 15 વર્ષ માટે લીઝ અગ્રીમેન્ટ મળી શકે તેમ નથી. ગુજરાત સ્કૂલ એસોસિયેશનના જનરલ સેક્રેટરી સાગર નાયકે વધુમાં જણાવ્યું હતું કે, આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મોરબી સહિતના જિલ્લાઓમાંથી પ્રી-સ્કૂલ સંચાલકો એકઠા થયા છે અને અહીયાંથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપવા માટે જઇશું.
ગુજરાત પ્રી-સ્કૂલ એસોસિયેશનના કમિટી મેમ્બર હીર રાવલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રી- સ્કૂલ ચલાવવા માટે કેટલીક માગણી કરવામાં આવી છે, જેમાંથી કેટલીક યોગ્ય છે પરંતુ કેટલીક શક્ય થઈ શકે તેમ નથી. કારણ કે કોઈપણ ઘર અથવા બંગલોમાં ચાલતી પ્રી-સ્કૂલ માટે ભાડા ઉપર જ જગ્યા રાખવામાં આવે છે. કારણ કે અમારી એટલી મોટી સંસ્થા નથી કે, અગાઉથી જ 15 વર્ષ માટે લીઝ અગ્રીમેન્ટ કરી શકીએ. આ ઉપરાંત અગાઉથી આ પ્રકારે એગ્રીમેન્ટ કરવા માટે આર્થિક રીતે પણ સક્ષમ નથી. અમે શરૂઆતથી જ કોમર્શિયલ અને પ્રોફેશનલ ટેક્સ ભરીએ જ છીએ. પરંતુ હવે BU પરમિશન સર્ટિફિકેટ માંગવામાં આવે છે તમામ જગ્યા ઉપર શક્ય હોતું નથી તથા પ્રી- સ્કૂલનું એટલું મોટું ટર્નઓવર પણ હોતું નથી કે રાજ્ય સરકારના તમામ નિયમોની માંગ પૂર્ણ થઈ શકે, તેથી એકસાથે મળીને આજે એક દિવસ પ્રી-સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય લઈને મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
