<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

રાજ્યમાં એક જ દિવસમાં 5 અલગ-અલગ અકસ્માતમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત

પંચમહાલ, ઊંઝા, લીંબડી-અમદાવાદ હાઈવે તેમજ સુરત, અરવલ્લીમાં અકસ્માત સર્જાયા

અમદાવાદ :રાજ્યમાં આજે પંચમહાલ, ઊંઝા, લીંબડી-અમદાવાદ હાઈવે તેમજ સુરત, અરવલ્લીમાં અકસ્માત સર્જાયા છે. જેમાં 7 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે.

   પંચમહાલના પાનમ બ્રિજ પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માત થતા ટ્રકમાં આગ લાગતા અફરા તફરી મચી હતી. દુર્ઘટનામાં બાઈક અને ટ્રક બંને સળગી ગયા હતા. સમગ્ર બનાવના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

  ઊંઝા-મક્તુપુર હાઈવે ઉપર કાર અકસ્માતમાં દંપતીનું મૃત્યુ થયું છે. રસ્તા વચ્ચે પશુ આવતા કારચાલકે કાબૂ ગુમાવ્યો હતો. જેમાં ઈકો કાર સવાર દંપતીનું મોત થયું છે.

લીંબડી-અમદાવાદ હાઈવે પાસે અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા છે. રળોલ ગામના પાટીયા પાસે બંધ ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ હતી. જેમાં 1 મહિલા સહિત 3 વ્યક્તિને ઈજા પહોંચી હતી. જેમાં બે ગંભીર ઈજાગ્રસ્ત વ્યક્તિને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાં સારવાર દરમિયાન બંનેના મૃત્યુ થયા છે.

અડાજણમાં સીટી બસે મહિલાને અડફેટે લીધી

સુરતના અડાજણમાં સીટી બસે એક મહિલાનો ભોગ લીધો છે. શ્રીરામ પેટ્રોલપંપ સામે મોપેડ ચાલક મહિલાને સીટી બસચાલકે અડફેટે લીધા હતા. પોતાના બાળકને શાળાએ છોડીને ઘરે પરત ફરી રહેલી મહિલાને કાળ ભેટ્યો. ઉગત સરસ્વતી રેસીડેન્સીમાં રહેતા 40 વર્ષીય દિવ્યા સોનીનું મોત થયું છે. ઘટનાને પગલે અડાજણ પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ હાથ ધરી છે. પોલીસે સિટી બસના ડ્રાઇવરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શામળાજી પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. હિટ એન્ડ રનમાં બેના મોત થયા છે. આશ્રમ ચોકડી પાસે ટ્રક ચાલક બાઈક સવારને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જેમાં બાઈક પર સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે. સમગ્ર મામલે શામળાજી પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે

(7:14 PM IST)