News of Tuesday, 3rd December 2024
ધાબળા તૈયાર રાખજો : ત્રણ દિવસ બાદ ફરી જોવા મળશે ઠંડીનો ચમકારો:લઘુતમ તાપમાન 4 ડિગ્રી સુધી ઘટી શકે
ભુજમાં 15.8, પોરબંદરમાં 16.2, સુરેન્દ્રનગરમાં 17, ગાંધીનગરમાં 17.3, અમરેલીમાં 17.4, વડોદરામાં 17.6 ડિગ્રી ડીસામાં 14.8, રાજકોટમાં 15.4, કેશોદમાં 15.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ

અમદાવાદ : ગુજરાતમાં ગઇકાલ રાતથી ઠંડીમાં ઘટાડો અનુભવાયો છે. રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા આજે જણાવવામાં આવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તામપાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે ત્યાર બાદ લઘુત્તમ તાપમાન 3થી 4 ડિગ્રી ઘટશે. જેના કારણે ત્રણ દિવસ બાદ રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 31.2 જ્યારે લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી નોંધાયું હતું. 12 ડિગ્રી સાથે નલિયા આજે પણ સૌથી ઠંડુ શહેર રહ્યું છે.
આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 34.1 ડિગ્રી, સુરતમાં 34, વડોદરામાં 33.8, વેરાવળમાં 33.4, પોરબંદરમાં 32.8, મહુવામાં 32.8, નલિયામાં 32.5, સુરેન્દ્રનગરમાં 32.5, ભુજમાં 32.4, ગાંધીનગરમાં 32.2, કંડલા પોર્ટમાં 32, વલ્લભ વિદ્યાનગરમાં 31.9, ભાવનગરમાં 31.6, કેશોદમાં 31.6, ડીસામાં 31.4, અમદાવાદમાં 31.2, દ્વારકામાં 31.2 અને ઓખામાં 28.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
ગત રાતે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 12 ડિગ્રી, ડીસામાં 14.8, રાજકોટમાં 15.4, કેશોદમાં 15.6, ભુજમાં 15.8, પોરબંદરમાં 16.2, સુરેન્દ્રનગરમાં 17, ગાંધીનગરમાં 17.3, અમરેલીમાં 17.4, વડોદરામાં 17.6, વલ્લભ વિદ્યાનગરમાં 18.2, મહુવામાં 18.3, કંડલા પોર્ટમાં 18.5, અમદાવાદમાં 18.6, ભાવનગરમાં 18.7, દ્વારકામાં 19.5, સુરતમાં 21, વેરાવળમાં 21.9, ઓખામાં 23.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
