*આજના ઢગલાબંધ સમાચારો ઉડતી નજરે*12:39 AM IST
કુતુબ મિનારથી 5 ગણો ઊંચો, ભૂકંપ અને વિસ્ફોટોનો સામનો કરવા સક્ષમ: પિલર તૂટે તો પણ ટ્રેનો દોડી શકશે:જાણો ચેનાબ રેલ્વે બ્રિજ કેમ ખાસ છે? : ચેનાબ રેલ્વે બ્રિજના તથ્યો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 6 જૂને વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ, ચેનાબ રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઉંચો આ પુલ કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરશે.12:35 AM IST
ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્રઃ લોકોને ભોજનની કમીઃ સર્વે : ભૂખમરા પાછળનું કારણ પણ ચોંકાવનારું આબોહવા પરિવર્તન છેઃ આબોહવા પરિવર્તન હવે ફક્ત વિકસિત દેશોનો મુદ્દો નથી રહ્યો. તે ભારતના સામાન્ય લોકોના જીવનને અસર કરી રહ્યો છે :૨૦૨૪ ભારતનું સૌથી ગરમ વર્ષ હતું તાપમાન સામાન્ય કરતાં ૦.૬૫ ડિગ્રી વધુ હતું. ૭૧ ટકા ભારતીયોએ ગયા વર્ષે ભીષણ ગરમીનો સામનો કર્યો છે. ૫૯% લોકોએ વીજળી કાપ, ૫૩% પ્રદુષિત પાણી, ૫૨%એ દુષ્કાળ અને પાણીની અછત અને ૫૨% લોકોએ ગંભીર વાયુ પ્રદૂષણનો સામનો કર્યો9:41 AM IST
રાહુલ ગાંધીની ભોપાલ મુલાકાત વિવાદોમાં : દાદી ઈન્દિરા ગાંધીને જૂતા પહેરી પુષ્પાંજલિ અર્પણ કરી: સીએમ મોહન યાદવે ટોણો માર્યો : ભોપાલ આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યાલયમાં પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને જૂતા પહેરીને પુષ્પાંજલિ અર્પણ કરી જેનો વીડિયો વાયરલ :ભાજપ અને મુખ્યમંત્રી મોહન યાદવે તેને સંસ્કૃતિની વિરુદ્ધ ગણાવ્યું11:31 PM IST
વ્હાઇટ હાઉસે ડોનાલ્ડ ટ્રમ્પનું નવું, વધુ ઘેરા રંગનું સત્તાવાર પોર્ટ્રેટ જાહેર કર્યું : પરંપરાગત અમેરિકન ધ્વજની ગેરહાજરી : રાષ્ટ્રપતિના નવાં ચિત્ર એ શપથગ્રહણના ફોટોગ્રાફનું સ્થાન લીધું, જેમાં ઘેરા બેકડ્રોપ અને ઉચ્ચ કોન્ટ્રાસ્ટ સાથે ગંભીર મુખમુદ્રા દર્શાવાઈ છે, જે ભૂતકાળના રાષ્ટ્રપતિના પોર્ટ્રેટથી અલગ પડે છે11:28 PM IST
બ્રાઝિલના 'વિશ્વનાથ'નો આધ્યાત્મિક વિજય : સનાતન ધર્મના પ્રચારક જોનાસ માસેટ્ટી 'પદ્મશ્રી'થી સન્માનિત : વિશ્વને વેદાંતનો સંદેશ! : મિકેનિકલ એન્જિનિયરથી વેદાંત આચાર્ય સુધીની અદ્ભુત સફર : 'વિશ્વ વિદ્યા' દ્વારા લેટિન અમેરિકામાં 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓનું જીવન પરિવર્તન : વડાપ્રધાન મોદીએ પણ કર્યા વખાણ!11:04 PM IST
ગુજરાત સરકારનું ક્રાંતિકારી પગલું : વહીવટી કાર્યક્ષમતા વધારવા 'વર્ચ્યુઅલ-ફર્સ્ટ' અને સમયબદ્ધ બેઠક નીતિ અમલમાં! : ગુજરાત વહીવટી સુધારણા આયોગની ભલામણ બાદ નવી માર્ગદર્શિકા જાહેર : જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે વર્ચ્યુઅલ હાજરી ફરજિયાત : દરેક બેઠક એક કલાકમાં પૂર્ણ કરવાનો કડક નિયમ : ત્રણ તબક્કામાં બેઠક પ્રક્રિયાનું માળખું!10:41 PM IST
ક્રિમિઅન બ્રિજ પર યુક્રેનનો ત્રીજો જળ-વિસ્ફોટ હુમલો : રશિયાની વ્યૂહાત્મક સપ્લાય લાઇન પર ગંભીર પ્રહાર : પુતિનનો વ્યક્તિગત પ્રોજેક્ટ ફરી નિશાન! : SBUનો સનસનાટીભર્યો દાવો : 1,100 કિલો વિસ્ફોટકોથી પુલના પાણીની અંદરના થાંભલાઓને "ભારે નુકસાન" : સવારે 4:44 વાગ્યે થયો ભયાનક ધમાકો : રવિવારના બોમ્બર હુમલા બાદ યુક્રેનની વધુ એક આક્રમક કાર્યવાહી!7:33 PM IST
'શું તમે મોદીના નામે સિંદૂર લગાવશો?': પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઓપરેશન સિંદૂર પર સંજય સિંહના 'એક રાષ્ટ્ર એક પતિ' ના નિવેદનના પડઘા પડ્યા : મુખ્યમંત્રીએ દરેક ઘરમાં સિંદૂર મોકલવાના નિર્ણય પર ભાજપ પર કટાક્ષ કર્યો : પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના ફેક્ટ ચેકિંગ યુનિટ દ્વારા આ દાવાને નકારી કાઢવામાં આવ્યો7:18 PM IST
પાકિસ્તાન 48 કલાક સુધી યુદ્ધ લડવા માંગતું હતું, પરંતુ 8 કલાકમાં આત્મસમર્પણ કર્યું : સીડીએસ અનિલ ચૌહાણે પુણે યુનિવર્સિટીમાં 'ફ્યુચર વોર્સ એન્ડ વોરફેર' કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર અંગે કર્યા મહત્વના ખુલાસા : સીડીએસે કહ્યું કે 10મે ની રાતે 1 વાગ્યે પાકિસ્તાન યુદ્ધ હારી ગયું હતું: પાકિસ્તાનનો ઉદ્દેશ્ય 48 કલાકમાં ભારતને ઘૂંટણિયે પાડવાનો હતો પરંતુ તે નિષ્ફ્ળ ગયું 7:17 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મૂકતા હવે ભારતીય સેનામાં પણ સ્વદેશી ફાઈટર જેટનો સમાવેશ થશે : હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની નાશિક શાખા દ્વારા પહેલું LCA તેજસ Mk-1A ફાઈટર જેટ તૈયાર કર્યું : LCA તેજસ Mk-1A 13,500 વજન ,1.8 મૈક એટલે કે અંદાજિત 2200 કિમી/કલાકની ઝડપ ધરાવે છે તથા તેની રેંજ 1850 કિમીની આ ફાઈટર જેટમાં GE F404-IN20 ટર્બોફેન અને 85 kN થ્રસ્ટ એન્જિનનો ઉપયોગ4:29 PM IST
ભારતનો વાગ્યો ડંકોઃ લોકોએ ધડાધડ કર્યા ઓનલાઈન પેમેન્ટ : ભારતની UPI સિસ્ટમે મે મહિનામાં શાનદાર પ્રદર્શન કર્યુઃ વ્યવહારો અને મૂલ્ય બંનેમાં રેકોર્ડ વધારો થયોઃ મે મહિનામાં ૧૮.૬૮ અબજ વ્યવહારો થયા, જે ૨૫ ટ્રિલિયનના મૂલ્યના હતાઃ ગયા વર્ષની સરખામણીમાં વ્યવહારોમાં ૩૩%નો વધારો થયો છે : આંકડાઓ ગૌરવ અપાવે તેવા11:02 AM IST
ટેસ્લા ભારતમાં કાર નહિ બનાવેઃ માત્ર શોરૂમ ખોલશે : દેશમાં ઈલેકટ્રીક વાહન ઈવીટી ઉત્પાદન વધારવા માટે સરકારે નવી ગાઈડલાઈન્સ બહાર પાડીઃ ૨૦૦૦ સુધીમાં નેટ મુકશે ઉત્સર્જનનું લક્ષ્યાંક :કેન્દ્રીય મંત્રી કુમાર સ્વામીનું મહત્વનું નિવેદનઃ કેન્દ્ર સરકાર ભારતને ઈલેકટ્રીક કાર માટે વૈશ્વિક હબ બનાવવા માંગે છે10:05 AM IST
દુનિયામાં ફક્ત ૧૦ કરોડ લોકો જ રહેશેઃ કેમ અને કયારે થશે ? : હાલમાં દુનિયાની વસ્તી ૮ અબજ છે અને વર્ષ ૨૩૦૦માં આ સંખ્યા ઝડપથી ઘટશે અને માત્ર ૧૦ કરોડ જ રહેશે :વર્ષ ૨૧૦૦ સુધીમાં દુનિયાની વસ્તીમાં તીવ્ર ઘટાડો થશે. વર્ષ ૨૦૫૦ પછી સ્થિરતાની સ્થિતિ આવશે અને પછી આગામી ૫૦ વર્ષમાં તેમાં ઘટાડો થવાનું શરૂ થશે3:09 PM IST
દુલ્હનના માથામાં ફિશ હેરસ્ટાઇલ3:03 PM IST
ભારતની દેખાદેખી કરવા પર ઉતર્યુ પાકિસ્તાનઃ બે પ્રતિનિધિમંડળો બીજા દેશોમાં મોકલશે : શરીફના વિશેષ સહાયક, સૈયદ તારિક ફાતેમીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ ૨ જૂનથી મોસ્કોની મુલાકાત લેશે :એક ઉચ્ચ સ્તરીય બહુ-પક્ષીય પ્રતિનિધિમંડળ ૨ જૂન ૨૦૨૫થી ન્યૂયોર્ક, વોશિંગ્ટન ડીસી, લંડન અને બ્રસેલ્સની મુલાકાત લેશે3:04 PM IST
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા ઉત્સાહઃયોગ સંગમમાં ૨૫ હજારથી વધુ સંસ્થાઓનું રજીસ્ટ્રેશન : ૨૧ જુને ઇન્ટરનેટશનલ યોગા ડે નિમિતે દેશભરમાં કાર્યક્રમોઃ રાષ્ટ્રવ્યાપી સ્વાસ્થ્યલક્ષી જુવાળ આયુષ મંત્રાલયની પહેલને IIT, IIM, NIT સહિત એકલ ફાઉન્ડેશન અને અગ્રણી સંસ્થાઓનું પ્રચંડ સમર્થનઃ રાજ્યોમાં પણ યોગ ઉત્સવનો માહોલ2:52 PM IST
'ચીન તમારો સારો મિત્ર છે...', શશિ થરૂરે UNSCમાં આતંકીઓને રક્ષણ આપવા બદલ પાકિસ્તાન અને બેઇજિંગને આડેહાથ લીધા : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે બ્રાઝિલમાં પાકિસ્તાન અને ચીનને પાઠ ભણાવ્યો.2:25 PM IST
ચોમાસાની વહેલી શરૂઆત બાદ ખાધો પોરોઃ ૧૧ જૂન આસપાસ ફરી સક્રિય થશેઃ ખેડૂતોમાં રાહતનો શ્વાસ : હવામાન ખાતાનાવૈજ્ઞાનિક એસ. ડી. સાનપની સ્પષ્ટતા આગામી અઠવાડિયામાં વરસાદ ઓછો, પરંતુ ૧૧-૧૨ જૂનથી ચોમાસું દેશના બાકીના ભાગોને આવરી લેશેઃ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની શકયતા ૧૧ જૂન આસપાસ બંગાળની ખાડીમાં નવી સીસ્ટમ્સ સર્જાવાની શકયતાઃ જે ચોમાસાને મજબૂત કરશે2:20 PM IST
'મારા બાળકોએ પીએમ મોદીને દાદા સમજી લીધા':ભારત મુલાકાત વિશે જાણો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિના પત્ની ઉષા વાન્સે શું કહ્યું? : અમેરિકાની સેકન્ડ લેડી ઉષા વાન્સે તેમની ભારત મુલાકાતને યાદગાર ગણાવી: તેમણે ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી સાથેની તેમની મુલાકાતનો ઉલ્લેખ કર્યો જ્યાં તેમના બાળકો તેમને દાદાની જેમ પ્રેમ કરતા હતા. તેમણે ભારતના સ્વાદિષ્ટ ભોજન અને તાજમહેલની પણ પ્રશંસા કરી2:13 PM IST
૯૪૩ પુલ, ૩૬ ટનલ... ૩૦ વર્ષ પછી કાશ્મીર સુધી ટ્રેન :૬ જૂનથી વિશ્વના સૌથી ઊંચા પુલ પર દોડશે વંદે ભારત : જમ્મુ અને કાશ્મીરને દેશ સાથે જોડતો ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંક પ્રોજેક્ટ (કાશ્મીર વંદે ભારત એક્સપ્રેસ) અંતિમ તબક્કામાં::37012 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટમાં 943 પુલ અને 36 ટનલ છે.: 6 જૂને, કટરાથી શ્રીનગર સુધીની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ વિશ્વના સૌથી ઊંચા પુલ પર દોડશે.2:09 PM IST
અદ્ભુત શરીર રૂપી રચના: ભગવાનની કૃપાનો અનુભવ : સોશિયલ ડિજિટલ મીડિયા ઉપર એક હૃદયસ્પર્શી અને ચિંતનશીલ સંદેશ વાયરલ થઈ રહ્યો છે, આ સંદેશમાં માનવ શરીરની અદ્ભુત રચના અને ભગવાનની અપાર કૃપાને ખૂબ જ સુંદર અને આધ્યાત્મિક રીતે રજૂ કરવામાં આવી છે. આ રચના ન માત્ર શરીરની જટિલતાને ઉજાગર કરે છે, પરંતુ તેની પાછળની દિવ્ય શક્તિ પ્રત્યે કૃતજ્ઞતા પણ વ્યક્ત કરે છે. 11:41 AM IST
જુઓ મહત્વના સમાચારો ઉડતી નજરે...9:05 PM IST
ટ્રમ્પનો અમેરિકા ફર્સ્ટનો નારો - સાથે પોતાની કંપનીઓનું પણ કર્યું ગ્લોબલ વિસ્તરણ : 2024ની ચૂંટણી પછી ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશને વિદેશમાં 12 નવા સોદા કર્યા! : પ્રથમ કાર્યકાળની તુલનામાં 6 ગણા વધુ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ જાહેર : મધ્ય પૂર્વ અને ભારતમાં ભારે વિસ્તરણ : 'સૌથી હોટેસ્ટ બ્રાન્ડ' હોવાનો એરિક ટ્રમ્પનો દાવો9:12 PM IST
CBIની ગંભીર લાંચ કેસમાં મોટી કાર્યવાહી :IRSના વરિષ્ઠ અધિકારી અમિત કુમાર સિંઘલ અને હર્ષ કોટકની ધરપકડ : દિલ્હી, મોહાલી, મુંબઈ અને પંજાબમાં અનેક સ્થળોએ દરોડા: 3.5 કિલો સોનું, 2 કિલો ચાંદી અને લગભગ 1 કરોડ રૂપિયા રોકડા મળ્યા : 25 અલગ-અલગ બેંક ખાતાઓના દસ્તાવેજો અને એક લોકર, દિલ્હી, મુંબઈ અને પંજાબમાં ઘણી મિલકતોના કાગળો પણ મળ્યા 9:28 PM IST
ચોમાસું બ્રેક મોન્સૂન અવસ્થામાં : દેશભરમાં વરસાદની ઘટ : ગુજરાતમાં 15 જૂન આસપાસ ધીમી ગતિએ આગમનની આશા! - વેધર એનાલિસ્ટ ગૌરવ રાણીંગા : કેરળ-મુંબઈમાં વહેલા ચોમાસાના આગમન બાદ 'બ્રેક મોન્સૂન' જેવી સ્થિતિ : દેશના મોટાભાગના ભાગોમાં વરસાદની ઘટ : જૂનના ત્રીજા અઠવાડિયા સુધીમાં ફરી સક્રિય થવાના ઉજળા સંકેત9:34 PM IST
ચિરાગ પાસવાનના મનમાં શું છે?: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ પર સ્પષ્ટ જવાબ આપ્યો : ચિરાગ પાસવાને બિહાર વિધાનસભા ચૂંટણી લડવાનો સંકેત આપ્યો:છત્તીસગઢની રાજધાની રાયપુરમાં તેમણે કહ્યું કે જો પાર્ટી ઈચ્છશે તો તેઓ ચૂંટણી લડશે: તેમણે કહ્યું કે તેઓ લાંબા સમય સુધી કેન્દ્રીય રાજકારણમાં રહેવા માંગતા નથી 10:03 PM IST
પાબ્લો એસ્કોબાર - ગુન્હા, પ્રેમ અને અઢળક સંપત્તિના એક વિસ્મયજનક અને ભયાનક સંયોજનની ગાથા : રોજની ₹400 કરોડની કમાણી કરતો પાબ્લો એસ્કોબાર, દીકરીને ઠંડી લાગતા ₹14 કરોડ બાળી નાખ્યા! : ગુનાની દુનિયાનો બેતાજ બાદશાહ : ગોડાઉનો ભરીને રૂપિયા રાખતો, પણ દીકરીની ખુશી માટે અબજોનો ધુમાડો કરતા એક પણ ક્ષણ ન વિચારતો!11:01 PM IST
પોલેન્ડમાં 'MAGA-શૈલી' લોકપ્રિયતાનો પ્રચંડ વિજય : ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થિત કેરોલ નોરોકી રાષ્ટ્રપતિ બનતા યુરોપમાં દૂર-જમણેરી પક્ષોનો દબદબો વધ્યો! : વોર્સોના ઉદારવાદી મેયરને હરાવી નોરોકી સત્તા પર : આ વિજય યુરોપભરમાં રાજકીય વિભાજનને વધુ ઊંડું બનાવશે અને લોકવાદની વધતી જતી લહેરનો સ્પષ્ટ સંકેત આપશે, જેમાં અમેરિકાના MAGA આંદોલનનો પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે12:38 AM IST
ટ્રમ્પ પ્રશાસનનો અમેરિકી ફેડરલ કર્મચારીઓ પર સકંજો : 'રેડ ટેપ' કાપીને ગેરવર્તણૂક બદલ છૂટા કરવાની DOGE-અલાઈન્ડ પ્રક્રિયા શરૂ! : OPM દ્વારા ક્રાંતિકારી નવા નિયમોનો પ્રસ્તાવ : કરચોરી, સંવેદનશીલ માહિતી લીક કરવી કે જાહેર વિશ્વાસનો ભંગ કરવા જેવા ગંભીર દુર્વ્યવહાર બદલ સરકારી કર્મચારીઓને હવે સરળતાથી હટાવી શકાશે, જેનાથી શાસનમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ્ય12:39 AM IST

તેરા મેરા સાથ.....

મારી નાવડી.....

યે હૈ દિલ સે દુવા....

સ્કૂલ ચલે હમ.....
અકિલા સોશ્યિલ મીડિયાથરાદમાં રાજસ્થાનના પ્રેમી પંખીડાએ કેનાલમાં જંપલાવી મોતને વ્હાલું કર્યું : બંનેના હાથ દુપટ્ટા કે રૂમાલથી બાંધેલા : ડોડગામમાં ભાગિયા તરીકે રહેતાં રાજસ્થાનનાં યુવક-યુવતીએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું :બે દિવસ પહેલાં ઘરેથી નીકળી ગયેલાં આ યુવક-યુવતીના મૃતદેહ થરાદની મુખ્ય નર્મદા કેનાલના ખાનપુર ફાટક પાસેથી મળ્યા 7:13 PM IST
ગુજરાત સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને સબસિડીયુક્ત અનાજ મળતું રહે તે માટે ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા આ અભિયાનમાં ટપાલ વિભાગ પણ મહત્વની ભૂમિકા નિભાવશે : રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્થિત 8,800થી વધુ પોસ્ટ ઓફિસો દ્વારા બધા રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસી ઝડપથી પૂર્ણ કરવા માટે, ડાક કર્મચારીઓ લાભાર્થીઓના ઘરે જઈને અપાતી સુવિધા4:47 PM IST
ગુજરાતમાં કોવિડ-19ના કેસમાં ઉછાળો : આજે 95 નવા દર્દીઓ નોંધાયા : રાજ્યમાં હાલ 387 સક્રિય કેસ : મોટાભાગના હોમ આઇસોલેશનમાં : અત્યાર સુધીમાં 39 દર્દીઓ સાજા થયા : ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટ LF.7.9 અને XFG Recombinant સક્રિય! : સામાન્ય લક્ષણો છતાં તકેદારી જરૂરી : આરોગ્ય વિભાગ દ્વારા 'સાવચેતી એ જ સમજદારી'નો મંત્ર10:51 AM IST
એક માસમાં દોઢ કરોડથી વધુ નશાકારક પદાર્થ પકડવા સાથે ૨૬ને જેલ ભેગા કર્યાઃ નરસિંહમા કોમાર : સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા આ સિનિયર IPS દ્વારા લોકો અને પોલીસ ટીમની મદદથી ચલાવાતા અભિયાન વિશે જાણી આફ્રિન પોકારી જશો ડ્રગ્સ, ગાંજા, ચરસ, નશાકારક કફ સીરપ , નશામુકત વડોદરા અંતગર્ત વિશેષ અભિયાનમાં અમારી ટીમ દ્વારા ઝડપી યુવાધનને બચાવવા સતત એલર્ટ રહીએ છીએ...અકિલા સાથે ગુજરાતભરમા વાયરલ અભિયાનનું પોલીસ કમિશનર અત થી ઇતિ વર્ણવે છે11:48 AM IST
અમદાવાદમાં ઘરના વેચાણમાં ૨૩ ટકાનો ધરખમ ઘટાડોઃ લોકો કોઈ જોખમ લેવા તૈયાર નથી : એફોર્ડેબલ હાઉસિંગ માર્કેટ તરીકે જાણીતા અમદાવાદમાં હવે લોકો માટે ઘર ખરીદવું કપરૂ બની ગયું છે : બિલ્ડર્સ સતત નવા ઘર બનાવવાનું ચાલું રાખી રહ્યા છે પરંતુ ખરીદદારો વધારે સાવચેત બની ગયા છેઃ સપ્લાયમાં વધારો થયો છે, પરંતુ તેની સામે ડિમાન્ડમાં ઘટાડો 3:44 PM IST
રાજકોટમાં કોવિડ-૧૯ના કેસમાં ફરી ઉછાળો : શહેરનાં યુનિવર્સિટી રોડ, રામધણ, નવજ્યોત પાર્ક, કોકોનટ પાર્ટી પ્લોટ રોડ, રેલનગર, નેહરુનગર અને કિશાનપરા વિસ્તારમાંથી કુલ ૮ નવા કેસ નોંધાયા : કોઈની ટ્રાવેલ હિસ્ટ્રી નથી : આજે ૧૨ દર્દીઓ સાજા થયા : ૧૯ મેથી કુલ ૫૨ કેસ નોંધાયા, હાલ ૪૦ દર્દીઓ સારવાર હેઠળ : તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવા અપીલ 4:07 PM IST
B ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શિક્ષણ કથળ્યું! ૯૦% બેઠકો ખાલી : બહુ ગાજેલા જીકાસનો ફીયાસ્કોઃ ગુજરાતમાં ૪.૭૧ લાખ બેઠકોમાં ૬૧ હજાર છાત્રોનો પ્રવેશ કન્ફર્મ : ‘‘જીકાસ''ના પ્રથમ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલ ૮૬૮૦ર બેઠકોમાંથી પપ૦૯૦ ઉપર પ્રવેશ કાર્યવાહી પરંતુ માત્ર ર૯૩૪ છાત્રોએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યોઃ ખાનગી યુનિવર્સિટીને છુટા દૌરનું પરિણામ * ઉચ્ચ શિક્ષણમાં ઉહાપોહ10:50 AM IST
‘મારી સામે પચ્ચીસ ગુના નોંધાયા છે, વધુ એક નોંધાઇ તો વાંધો નહીં કહી, પેટ્રોલ પંપના ફીલરમેન પર કોર્પોરેટરના ભત્રીજાનો હુમલો : બે માસ પહેલા રૈયાધાર પાસે ટુ વ્હીલરમાં પેટ્રોલ પુરાવ્યા બાદ નામ સરનામું પુછી ગાળો આપી અકરમ દાઉદાણી અને તેના સાગરીતે મારમારી છરી બતાવી પેટ્રોલ પંપ સળગાવી દેવાની ધમકી આપીઃ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ2:22 PM IST
ગોંડલ ચોકડી કોઠારીયા રોડ પર ત્રિપલ અકસ્માત3:01 PM IST
શુક્રવારથી શ્રી નટેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય મહોત્સવ : ભારતીય સંસ્કૃતિની પરંપરા, ભકિતભર્યા વાતાવરણમાં મનની શાંતી એટલે દિવ્ય મંદિર... : શિવ પરિવાર, રામ પરિવાર, રાધાકૃષ્ણદેવ, હનુમાનજી મહારાજ, મહાકાળીમા, ખોડીયારમા, આશાપુરામા, દિશાના દેવો, રૂષિમુનીઓની મુર્તિઓની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા કરાશેઃ શનિવારે સાંજે ભવ્ય શોભાયાત્રા3:54 PM IST
મિકસ દૂધ-ભેંસના દૂધના નમૂના નાપાસ : આઇસ્ક્રીમ, ગોલા-શરબત સીરપના સેમ્પલ લેવાયા : પેડક રોડના સાગર શરબતવાલા એન્ડ આઇસ્ક્રીમ તથા રૈયા ટેલીફોન એકસચેન્જ પાસેના રામાણી એપાર્ટમેન્ટમાંથી સેમ્પલ લેતી ફુડ શાખા : કોઠારીયા મેઇન રોડ ઉપરની સુધ્ધાંગ ડેરી ફાર્મ તથા શ્રી નવનીત ડેરી ફાર્મમાંથી લેવાયેલ દૂધના ફોરેન ફેટ મળતા નમૂના સબસ્ટાર્ન્ડડ જાહેર 3:49 PM IST
રાજકોટ જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહ કોરોના પોઝીટીવ 12:59 PM IST
જેઇઇ એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં ઉત્કર્ષ સ્કુલના વિદ્યાર્થીઓનો દબદબો : IIT માં પ્રવેશ સુનિヘતિ કરતા સોલંકી દેવર્ષ (AIR:228), લાલચેતા ધરવ (AIR:663) અને શેઠ ક્રિશીવ (AIR:1953): કમ્પ્યુટર અને એઆઇક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવી આધુનિક ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનું સ્વપ્ત હવે થશે સાકાર 3:50 PM IST
લોધીકા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ12:00 PM IST
જામનગરમાં અશોક લેલેન્ડના ટચ પોઇન્ટનો પ્રારંભ12:53 PM IST
આવતા ૫ વર્ષમાં વધુ ૧૫-૨૦ અબજ ડોલરના રોકાણનું આયોજન - કટોકટીમાં કંપની બની વધુ મજબૂત : ગૌતમ અદાણી : વિવિધ સંપાદનો અને કડક તપાસનો સામનો કર્યો હોવા છતાં અદાણી ગ્રુપે કયારેય પાછીપાની નથી કરી : એટલું જ નહીં, આ જૂથ પોતાની વ્યૂહરચના બદલી વધુ સ્થિતિસ્થાપક, પ્રબળ અને અડીખમ બનીને ઉભરી આવ્યું : અદાણી ગ્રુપના ચેરમેન 9:53 AM IST
શેઠવડાળાના જમાદારને વિદાયમાન12:51 PM IST
‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે જાગૃત્તિ અભિયાન :અમરેલી ખાતે પર્યાવરણ જનજાગૃત્તિ અર્થે વોકાથોન યોજાઇ : શહેરના નાગરિકો સહિત પોલીસ જવાનો વોકાથોનમાં જોડાયા : પર્યાવરણના જતન માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ બંધ કરવા આહ્વાન : જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો” થીમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ3:35 PM IST
થાનગઢના ખનીજ માફિયા પિતા પુત્ર ભાગેડુ જાહેર10:52 AM IST
જામનગરની ગુરુ ગોબિંદસિંગ હોસ્પિટલ દ્વારા 'મેદસ્વિતા મુક્ત અભિયાન' હેઠળ ૧૬૮ દર્દીઓના વજન, ઊંચાઈ અને BMIની તપાસ કરી ઓવરવેઇટ દર્દીઓને પૌષ્ટિક આહાર અને નિયમિત વ્યાયામ વિશે વિસ્તૃત સમજણ : તંદુરસ્ત અને મેદસ્વિતા મુક્ત ગુજરાતના નિર્માણમાં સૌ સહભાગી બનવા આરોગ્ય વિભાગ દ્વારા જામનગરના નાગરિકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અને નિયમિતપણે આરોગ્ય તપાસ કરાવવા અપીલ 1:45 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
ક્રિકેટ કાર્નિવલ આઈપીએલની ફાઈનલ પહેલા આરસીબીને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડશે : દિગ્ગજ બેટ્સમેન ટિમ ડેવિડની ફિટનેસને લઈ ટીમ ચિંતિત : આરસીબીના બે મહત્ત્વના ખેલાડીઓને રમવા પર સસ્પેન્સ જો બંને નહીં રમે તો આરસીબી વિરાટ કોહલીની સાથે ઓપનર તરીકે ટિમ સીફર્ટને ઉતારશે, જ્યારે ફિનિશરની જવાબદારી રોમારિયો શેફર્ડ પર હશે4:30 PM IST
5 જુલાઈના રોજ યોજાશે નીરજ ચોપરા ક્લાસિક 20255:53 PM IST
‘જેલર ૨'નો દબદબો યથાવત, વિશ્વભરમાં રૂ.૮૦૦ કરોડનો આંકડો પાર કર્યો : ‘જેલર ૨' બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. માત્ર ૧૮ દિવસમાં, ફિલ્મે વિશ્વભરમાં રૂ.૮૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો છે : ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન રૂ.૫૩૩.૭૫ કરોડ પર પહોંચી ગયું છે, જે તેને ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી તમિલ ફિલ્મ બનાવે છે10:16 AM IST
























































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





















































































































































































































