તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Tuesday, 3rd December 2024
વડાપ્રધાન મોદીના 2022 માં યોજાયેલા LIFE મિશન પ્રોગ્રામમાં PMO સેટઅપ ગોઠવાનાર વેપારીને હજુ બિલના રૂ.2.20 લાખ મળ્યા નથી
કલેકટર નર્મદા કહે છે ગ્રાન્ટ નથી આવી, જેતે નિયત એજન્સી આપશે અને ગાંધીનગરના વિભાગો કલેકટર નર્મદા પાસે માંગોની વાત કરે છે: બે વર્ષથી ધક્કા ખાઈ થાકી ગયેલા વેપારી હવે કોર્ટના દ્વાર ખખડાવવા મજબૂર બન્યા છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:કેવડીયા એકતાનગર ખાતે પી.એમ મોદીના યોજાતા કાર્યક્રમો માં કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. અને કાર્યક્રમો માં જરૂરી વસ્તુ માટે ટેન્ડર પાડવામાં આવે છે ક્યાંક ઉતાવળ હોય તો વેપારીઓ સંબંધમાં પણ કામગીરી કરતા હોય છે. પછી જે તે કામગીરીનું પેમેન્ટ માટે વેપારીના ચપ્પલ ઘસાઈ જાય એવા અનેક પ્રશ્નો બને છે છતાં જાડી ચામડીના અધિકારીઓ કામ પૂરું થઈ ગયા પછી ઉદ્ધત જવાબો આપતા પણ શરમાતા નથી.
મળતી માહિતી અનુસાર માર્ચ 2022 માં કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા.
ત્યારે LIFE Mission 2022 ના પ્રોગ્રામ ની ઉજવણી કરવામાં આવી હતી.વડાપ્રધાનની ઉપસ્થિતી દરમ્યાન સ્ટેચ્યુ અને તેમના રોકાણ હોય સર્કિટ હાઉસ ખાતે PMO Setup બનાવવા ની જરૂરિયાત ઊભી થતાં નર્મદા કલેકટર દ્વારા આ બાબતે ટેન્ડર પાડવામાં આવ્યું હતું. જે ટેન્ડર સંદર્ભે રાજપીપળા નાં વેપારી પ્રફુલ પાદરીયા નાં NET SERVER INFOSYS ને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો, કલેકટરને સરત મુજબ રાત દિવસ કામગીરી કરી ને આં વેપારીએ બે સેટઅપ ગોઠવી આપ્યા હતા. કાર્યક્રમ સફળતાથી પૂર્ણ થયો. હવે ત્યાં લગાવેલા સેટઅપ નાં થતાં ખર્ચ માં 2, 20, 338.98 રૂપિયા લેવા માટે જિલ્લા કલેકટર માં બિલ મૂકી નાણાં ની માંગણી કરી ત્યારથી ગ્રાન્ટ આવે એવી વાતો સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે. બાદમાં આં કાર્યક્રમ માટે હાયર એજન્સી બિલ ચૂકવાશે. એવા લખાણ મુજબ ત્યાં ગાંધીનગર રજુઆત કરતા કલેકટર નર્મદા આ બિલની ચુકવણી કરશે તેવા જવાબ મળ્યા, હવે રાજ્યની તમામ સંબધિત કચેરીઓ માં આં વેપારી ધક્કા ખાઈ ને થાકી ગયો છે. અને જ્યાં જાય ત્યાં કોઈ હાથ મુકતા નથી અને અધિકારીઓ ઉદ્ધત જવાબ આપે છે. તો આ વેપારી કંટાળી હવે કોર્ટના દ્વાર ખખડાવવા મજબૂર બન્યા છે. જો પીએમ મોદીના કાર્યક્રમમાં જ આવું થતું હોય તો અન્ય પ્રોગ્રામમાં કેવી હાલત થતી હશે..? એક બિલ માટે પ્રધાનમંત્રી ની ઈજ્જત બગડે એના કરતા અધિકારીઓ એ આં રકમ ચૂકવી દેવી જરૂરી બની છે.
આ બાબતે NET SERVER INFOSYS નાં માલિક પ્રફુલ પાદરીયા એ જણાવ્યું હતું કે LIFE Mission પ્રોગ્રમ ની ઉજવણી સંદર્ભે વડાપ્રધાનથીની ઉપસ્થિતી દરમ્યાન PMO Setup ખાતે ટેલીકોમ રૂમ બનાવવા માટે જરૂરી મટીરીયલ ભાડેથી પુરા પાડવા માટે ભાવો મંગાવવામાં આવેલ હતો. જેમાં એક PMO સેટઅપ બનાવવા માટે નિયત ભાવો નક્કી કરી વર્કઓર્ડર આપવામાં આવે છે. તેમજ આવા બે PMO Setup માંગ પ્રમાણે વર્ક ઓર્ડર પ્રમાણે પુરા પાડવામાં આવ્યા હતા. અને ઓર્ડર સરતો મુજબ ત્રણ નકલમા જે તે જગ્યાનો જેતે એજન્સી નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જ્યાં બિલો રજૂ કર્યા હતા. નિવાસી અધિક કલેક્ટર નર્મદા-રાજપીપલા ખાતે પણ બિલો રજૂ કર્યા ને પેમેન્ટ નથી મળ્યું જેની રજુઆત કરી તો કલેકટર કચેરી માંથી ગાંધીનગર દોડાવે છે. અને ગાંધીનગર વાળા કલેકટર નર્મદા એ ઓર્ડર આપ્યો એટલે એ બિલ આપશે એવી વાત કરે તો હવે મારે જાવું ક્યા..? હવે કલેકટર થી માંડી સચિવ અને આ ટેન્ડર નાં સંદર્ભમાં આવતા તમામ અધિકારીઓ ને કોર્ટની નોટિસ આપી તેમની સામે છેતરપિંડી નો કેશ કરવાની ફરજ પડી રહી છે. હું હાલ કોર્ટમાં દાવો કરવા ની તૈયારીઓ કરી રહ્યો છું.
આં બાબત જેતે બિલને લઈ ને પત્રવ્યવહાર અહીંયાથી થયા છે. પણ ગ્રાન્ટ આવી નથી માટે મોડું થાય એમ છે, કાર્યવાહી ચાલુ છે તેમ સી.કે. ઉંઘાડ, નિવાસી અધિક કલેકટર નર્મદા એ જણાવ્યું હતું.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
