તા. ૨૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૨ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
ગરુડેશ્વર તાલુકાની મહિલાના ચારિત્ર્ય પર શંકા કરી બદનામ કરતી મહિલાઓને અભયમ ટીમે સમજાવ્યા

(ભરત શાહ દ્વારારાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા માંથી એક મહિલાનો 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે તેમના પાડોશી મહિલાઓ રોજ મને જોઈને મહેણાં ટોણાં મારે છે. અને મારા ચરિત્ર્યને લઈને ફળિયા માં ખોટી ટિપ્પણીઓ કરે છે. ઘણીવાર સમજાવ્યા છે છતાં પણ તેઓ સમજતા નથી અને રોજ ઝગડા કરે છે.
ત્યારબાદ રાજપીપલા અભયમ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બન્ને પક્ષોનું કાઉંન્સેલિંગ કરી સમજાવીને સમાધાન કરાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર પીડિત મહિલાના જણાવ્યા મુજબ તેમના પતિ જોબ કરે છે અને ત્રણ બાળકીઓ છે. તેઓ હાઉસકિપર હોટેલ મેનેજમેન્ટની તાલીમ માટે જાય છે તો એક મહિનાથી ફળિયામાં બધા તેમની ખોટી વાતો કરે છે અન્ય પુરુષો સાથે ફરવા માટે જાય છે. એમ બોલી ને મારી આબરૂ ખરાબ કરે છે. અમારા ઘરે કોઇપણ મહેમાન આવે તો અહીથી અવર જવર કરવી નહિ. અને બાળકો બહાર રમે તો પણ ખરાબ શબ્દો બોલીને ઝગડા કરે છે. ઘણીવાર તેમને શાંતિપૂર્વક સમજાવ્યા પરંતુ તેઓ સમજતા નથી માટે મે અભયમની મદદ લીધી. આટલું સાંભળ્યા બાદ સામાપક્ષનું કાઉંન્સેલિંગ કર્યું અને કાયદાકીય માહિતી સલાહ સૂચનો આપ્યા સામાવાળા પક્ષે પોતાની ભૂલ સ્વીકારી ફરીવાર ઝગડા ના કરે તેમજ કોઇપણ રીતે હેરાનગતિ ના કરે જેની બાંહેધરી આપતા લખાણ લઈ સમાધાન કરાવ્યું હતું
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
