News of Tuesday, 3rd December 2024
નાંદોદ તાલુકાના કેટલાક ગામના ખેડૂતોને કરજણ ડેમ જળાશયનું પાણી નહિ મળતા ખેડૂતો નારાજ

--- શિયાળું રવિપાક પાકો માટે સિંચાઈના પાણી ન મળતાં ખેડૂતોની દયનીય હાલત : ધાનપોર નહેરનો એક ફાંટો રસેલા તરફ જતો હતો પણ રાજપીપલાથી પોઈચા ફોરલેન બનાવવાની ઉતાવળમાં તેને તોડી નાખ્યો છે, માટે તેની તપાસ થાય એવી ખેડૂતોએ માંગ છે.:નહેરની આસપાસ ઝાડી ઝાંખરા અને કાંટાળી વનસ્પતિનું સામ્રાજય, સરકારના કરોડો રૂપિયા ચાંઉ થઈ ગયા..?
ફોટો dam
(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નાંદોદ તાલુકા માં કરજણ નદી ઉપર કરજણ ડેમ જળાશય યોજના આવેલી છે. કરજણ ડેમ જળાશય યોજનાની જમણાં કાંઠાની મુખ્ય નહેર દ્વારા અત્યારે શિયાળું રવિપાક પાકો માટે સિંચાઈના પાણી છોડવામાં આવી રહ્યા છે.એ સારી વાત છે. આ નહેર દ્વારા ભદામ ટેકરા, તોરણા ટેકરી, ધાનપોર ગામના ખેડૂતોને શિયાળું રવિપાક પાકો માટે સિંચાઈના પાણી મળતાં નથી. નવી નહેર બનાવેલી છે. નહેરની આસપાસ ઝાડી ઝાંખરા અને કાંટાળી વનસ્પતિ ઉગી નીકળી છે. કરજણ ડેમ જળાશય યોજના અધિકારીઓ દ્વારા નહેરની સાફસફાઈ કરવામાં આવી નથી અને સિંચાઈના પાણી ખેડૂતોને મળતાં નથી.
નહેરની સાફસફાઈ કરીને સિંચાઈના પાણી સરકાર દ્વારા આ વિસ્તારમાં નવી નહેર, કેનલ બનાવી છે પણ ખેડૂતોને સિંચાઈના પાણી ન મળતાં સરકારના કરોડો રૂપિયા પાણીમાં ગયા કે ચાંઉ થઈ ગયા...? ધાનપોર નહેરનો એક ફાટો રસેલા ગામ તરફ જતો હતો પણ રાજપીપલા થી પોઈચા ફોરલેન બનાવવાની ઉતાવળમાં તેને તોડી નાખવામાં આવ્યો છે અને તેનું નામો, નિશાન જોવા મળતું નથી જેથી તેની તપાસ થાય એવી ખેડૂતોએ માંગણી કરી છે.
ભદામ, તોરણા, ટેકરી, ધાનપોર અને રસેલા ગામના ખેડૂતોને બોર દ્વારા સિંચાઈના પાણી લેવા પડે છે. ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. કરજણ ડેમ જળાશય યોજનામાં કેવું લોલમ લોલ ચાલે છે તેનો આ નમૂનો છે
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
