<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

ડ્રાઇવરને ઝોકુ આવી જતા લકઝરી બસ બંધ ટ્રક પાછળ અથડાઇ : ૧૦ મુસાફરો ઘાયલ

ખાનગી બસ સુરતથી બિલખા જતી'તી તારાપુર ચોકડી પાસે અકસ્‍માત

વઢવાણ, તા.૪: વટામણ હાઇવે પર ખાનગી લક્‍ઝરી બસ અને ટ્રક વચ્‍ચે અકસ્‍માત સર્જાવા પામ્‍યો છે અકસ્‍માતમાં ૧૦ જેટલા વ્‍યક્‍તિઓ ઘાયલ થયા છે અને છ ( અમદાવાદ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા છે.  ચાર જેટલા વ્‍યક્‍તિઓને બગોદરા સાર્વજનિક હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે.

 જ્‍યારે તાત્‍કાલિક અસરે બગોદરા પોલીસ મથકે જાણકારી મળતાની સાથે જ બગોદરા પોલીસ ઘટના સ્‍થળ ઉપર દોડી જઈ અને તપાસ હાથ ધરી રહી છે બગોદરા આરોગ્‍ય કેન્‍દ્રના ડોક્‍ટર રાધનપુરી અને તેમના સ્‍ટાફ દ્વારા તાત્‍કાલિક  સારવાર આપી હતી. આ અકસ્‍માત સર્જાયો તે લક્‍ઝરી બસ સુરત થી બીલખા જુનાગઢ જતી હોવાનું સામે આવ્‍યું છે આ બસમાં ૩૫ જેટલા મુસાફરો મુસાફરી કરી રહયા હતા. જાણવા મળ્‍યા મુજબ તારાપુર ચોકડી પાસે આ ઘટના ઘટી છે. જેમાં લકઝરી બસના ચાલકને ઝોકુ આવી જતા બસ બંધ ટ્રક પાછળ અથડાઇ પડી હતી. વધુ વિગતો મેળવાઇ રહી છે.

(12:13 PM IST)