News of Wednesday, 4th December 2024
અમદાવાદ મનપા પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે પાંચ ઐતિહાસિક વાવ ભાડે આપશે:દર નક્કી કરાશે
વાવ ઉપર સૌથી સારું શૂટિંગ થઈ શકતું હશે તેવી વાવ નક્કી કરીને ત્યાં શૂટિંગ કરવા માટેની પરવાનગી અપાશે

અમદાવાદના રિવરફ્રન્ટના કેટલાક બગીચામાં નિયત રકમ ચૂકવી લોકો પ્રિ- વેડિંગ ફોટોશૂટ કરાવી રહ્યા છે. હવે AMC પ્રિ-વેડિંગ ફોટોશૂટ માટે શહેરની 5 ઐતિહાસિક વાવ ભાડે આપવા માટે વિચારી રહી છે.
રિક્રીએશન કમિટીની બેઠકમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. અમદાવાદ શહેરમાં અત્યારે 20 વાવ આવેલી છે. મોટાભાગની વાવ કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ આવેલી છે. જ્યારે કેટલીક વાવ મ્યુનિસિપલ હેરિટેજ વિભાગ હેઠળ આવરી લેવામાં આવી છે. આવી 5 વાવ ૫૨ હેરિટેજ સ્થળે પ્રિવેડીંગ શૂટિંગ માટેની મંજૂરી આપવામાં આવી શકે છે. જેનાથી મ્યુનિસિપલની આવકમાં વધારો થાય.
વાવ ઉપર સૌથી સારું શૂટિંગ થઈ શકતું હશે તેવી વાવ નક્કી કરીને ત્યાં શૂટિંગ કરવા માટેની પરવાનગી અને શૂટિંગ કરવા માટેની ચૂકવવાની કિંમત આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
અમૃત વરણી વાવ, પાંચકુવા,પાસરી ધર્મશાળાની વાવ, રિલીફ રોડ,ગોસાજીની હવેલીની વાવ, દોશીવાડાની પોળ,મહાદેવ મંદિર વાળી વાવ,જેસંગ ભાઈ ની વાડીની વાવ, ઘીકાંટા વાવ ભાડે અપાશે તેમ મનાય છે
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
