<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5100 રૂપિયા બોલાયો: જાણો અન્ય 27 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો? : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 737.81 ટન જીરાની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ: ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 737.81 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5100 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3800 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4731 રૂ., રાજકોટમાં 4620 રૂ., રાધનપુરમાં 4585 રૂ., જેતપુરમાં 4560 રૂ., હળવદમાં 4536 રૂ., સાવરકુંડલામાં 4500 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 737.81 ટન આવક થઇ છે.

(8:20 PM IST)