<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

રાજયમાં અઠવાડીયું વાતાવરણ સુકુ રહેશે, ત્રણેક દિવસ બાદ તાપમાન બે થી ચાર ડીગ્રી ઘટશેઃ હવામાન ખાતુ

અંબાલાલ પટેલ કહે છે ૧૦ મી પછી ઠંડી વધશે, આ મહિનાના અંતમાં હળવા માવઠાની શરૂઆત

રાજયમાં શિયાળાની ઠંડી વચ્‍ચે હવે માવઠાની આગાહી સામે આવી છે. વાસ્‍તવમાં ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્‍તારમા઼ સતત હિમવર્ષાને કારણે આગામી ત્રણ દિવસ બાદ રાજયમાં ઠંડી વધવાની આગાહી હવામાન  વિભાગે કરી છે. રાજયના હવામાન વિભાગના ડાયરેકટર એ.કે.દાસે આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સુકું રહેવાનું પૂર્વાનુમાન છે. ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહી થાય અને તે બાદ તાપમાન બે થી ચાર ડિગ્રી ધટવાનું પૂર્વાનુમાન છે.

અમદાવાદમાં આગામી ર૪ કલાક આકાશ સ્‍વચ્‍છ રહેશે. આ સાથે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ર૦ ડિગ્રી સુધી જવાની શકયતા છે. આ સાથે ડિસેમ્‍બરમાં લઘુત્તમ તાપમાન સામાન્‍યથી ઉપર રહેવાનું અનુમાન છે. આ તરફ કોલ્‍ડવેવની ફ્રિકવન્‍સી પણ ઓછી રહે તેવી આગાહી કરાઇ છે.

જાણીતા હમાન નિષ્‍ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે, આરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે પાંચ ડિસેમ્‍બરથી વાદળો આવશે. જેના કારણે મધ્‍ય અને દક્ષિણ ગુજરામાં વાદળછાયું વાતાવરણ અને સામાન્‍ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ૧પ થી ૧૭ ડિસેમ્‍બરના રોજ વાદળછાયું વાતાવરણ તો ડિસેમ્‍બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શકયતા છે.

અંબાલાલ પટેલે જણાવ્‍યું છે કે, ૧૦ થી ૧૧ ડિસેમ્‍બરના વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ  આવતા ઉત્તર ગુજરાત, મધ્‍ય ગુજરાત, કચ્‍છ અને સૌરાષ્‍ટ્રમાં ઠંડીનું જોર વધશે. આ સાથે તાપમાન ૧૧ થી ૧ર ડિગ્રી  પહોંચી જશે ૧૬ થી ર૦ ડિસેમ્‍બરના મજબૂત વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ આવશે

(4:13 PM IST)