News of Thursday, 5th December 2024
શ્રી સ્વામિનારાયણ મંદિર, ટ્રેન્ટમાં શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ રત્નની ૨૦૫ મી પ્રાગટ્ય જયંતીએ પૂજન અર્ચન તથા નિરાજન કરતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ….

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, ટ્રેન્ટ અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ રત્નની ૨૦૫ મી પ્રાગટ્ય જયંતીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથનું પૂજન, અર્ચન તેમજ આરતી પણ ઉતારી હતી.
શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાસહ વચનામૃત એટલે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની અનુભવની વાણી. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની વાણી જન્મમરણથી રહિત કરનારી અને શાશ્વત સુખ આપનારી હોવાથી તે વાણી વચનામૃત કહેવામાં આવે છે.
શ્રી રહસ્યાર્થ પ્રદીપિકાટીકા સહ વચનામૃત એટલે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી જેટલી વા૨ વાંચીએ તેટલીવાર તેમાંથી દર વખતે કંઈક ને કંઈક નવું જાણવા મળે છે તે આ ગ્રંથનું રહસ્ય છે. મુમુક્ષુતાને પાંગરતી રાખવા માટેની અમતૃસંજીવની એટલે “વચનામતૃ“.
વચનામૃત ગ્રંથનું પ્રાગટ્ય સંવત ૧૮૭૬ ના માગશર સુદ ચતુર્થીના શુભ દિને થયું; તેને આજકાલ કરતા ૨૦૫ વર્ષ થાય છે. એટલે શ્રી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી વચનામૃત ૨૦૫ મી પ્રાગટ્ય જ્યંતી છે.
વચનામૃત ગ્રંથને સરળ રીતે સમજી શકાય તે માટે શ્રીજીસ્વંયમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપશ્રીએ આ વચનામૃત ઉપર "રહસ્યાર્થ પ્રદીપિકાટીકા" કરી છે એને તેને ગ્રંથિત કરવાનું કાર્ય નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ કર્યું. આ ગ્રંથનો દેશ વિદેશમાં પ્રચાર કરવાનું કાર્ય શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કર્યું ત્યારબાદ વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે કર્યું અને વર્તમાન સમયે જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ દેશ વિદેશમાં પ્રચાર કરી રહ્યા છે.
આ પાવનકારી અવસરે જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું છે કે, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી એટલે વચનામૃત ગ્રંથ રત્ન. શ્રીજીમહારાજનાં વચનરૂપી અમૃત એ જીવનરસાયણરૂપ છે, તેનું ચિંતન, મનન અને અનુષ્ઠાન એ આલોક અને પરલોકમાં સુખિયા કરનારું છે. આ અણમોલ અવસરનો લ્હાવો દેશદેશના હરિભકતોએ હર્ષોલ્લાસભેર લીધો હતો.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
