News of Thursday, 5th December 2024
ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઑપરેશન મામલે આરોપી સંજય પટોળિયાની પૂછપરછમાં મોટો ખુલાસો
નાણાકીય ભંડોળને અલગ અલગ દર્શાવી 1.50 કરોડની ખોટ દર્શાવી :ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરી આર્થિક લાભો મેળવાયા

અમદાવાદ : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઑપરેશન મામલે આરોપી સંજય સંજય પટોળિયાની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. નાણાકીય ભંડોળને અલગ અલગ દર્શાવી 1.50 કરોડની ખોટ દર્શાવી હોવાનું સામે આવ્યું છે. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરી આર્થિક લાભો મેળવાયા હતા.
છેલ્લા ત્રણ વર્ષના ખ્યાતિ હોસ્પિટલમાં 8 હજાર 534 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા જેમાંથી જેમાંથી 3 હજાર 842 દર્દીઓ સરકારી યોજના હેઠળ સારવાર કરાવી હતી. ખ્યાતી હોસ્પિટલમાં અત્યાર સુધી 112 દર્દીઓના મોત નીપજ્યા છે. ખ્યાતિની તપાસ માટે મેડિકલ એક્સપર્ટની સલાહ લેવામાં આવશે. PMJAY યોજનાનો ગેરલાભ કેટલા લોકોએ લીધો છે તેની પણ તપાસ કરવામાં આવશે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
