<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

રાજપીપળામાં કાર્યરત એકમાત્ર કોકોનટ સિનેમાને પણ તાળા વાગી જતા મનોરંજન માટે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી

ભૂતકાળમાં રાજરોક્ષી અને સંતોષ ટૉકીઝ ચાલતી હતી ત્યારબાદ એ બંધ થયા કોકોનટ સિનેમા શરૂ થઈ: હવે કોકોનટ પણ કોઈક કારણોસર બંધ થતા સિને રસિયાઓ ડભોઇ કે વડોદરા જવા મજબૂર

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં વર્ષો પહેલા રાજરોક્ષી અને સંતોષ ટૉકીઝ કાર્યરત હતી જેમાં વધુ પડતા ગુજરાતી પિક્ચરો મૂકાતા હોવા છતાં ગ્રામ્ય વિસ્તારના લોકોની ખૂબ મોટી ભીડ રહેતી અને કેટલાક પિક્ચરો તો એ જમાનામાં પણ હોસફુલ જતા હતા ત્યારબાદ હિન્દી સિનેમા મુકાયા જેમાં કેટલાક સુપરહિટ પણ થયા પરંતુ કમનસીબે આ બંને ટોકિઝો બંધ થતા સિને રસિકો નારાજ થયા અને બાદમાં ગાંધી ચોક સામે આવેલા આદિત્ય કોમ્પલેક્ષમાં કોકોનટ સિનેમા શરૂ થતા લોકોમાં ભારે ખુશી જોવા મળી અને ત્યાં નવા પ્રખ્યાત હિન્દી પિક્ચરો આવતા ત્યાં દર્શકોની ભારે ભીડ પણ જામતી હતી અને હાલ માં જ કોકોનટ સિનેમા અચાનક બંધ કરી દેતા હવે પુનઃ દર્શકો નારાજ થશે અને રાજપીપળા ખાતે હવે મનોરંજન માટે કોઈજ વિકલ્પ રહ્યો નથી માટે વહીવટી તંત્ર આ મુદ્દે ઘટતું કરે એવી લોક લાગણી છે.

 આ મુદ્દે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.કે.ઉઘાડ એ જણાવ્યું કે આ સિનેમા વાળા પાસે આર.એન્ડ. બી અને પોલીસ વિભાગ ના અભિપ્રાય નિયમ મુજબ જોઈએ તે હાલ માં એમની પાસે નથી અને ફાયર ના નોમ્સ પ્રમાણે જરૂરી અપડેટ નથી માટે આ લોકો અપડેટ કરે છે.પરંતુ હાલ ના તબક્કે સિનેમા બંધ છે. બધું ક્લિયર થયા પછી ચાલુ થઈ શકે છે

(10:15 PM IST)