<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th December 2024

ગુજરાત સરકાર નવી ઇન્ડસ્ટ્રીયલ અને સ્ટાર્ટઅપ પૉલિસી લાવી રહી છે

એમએસએમઈ, મોટા અને લઘુ ઉદ્યોગો, ઉદ્યોગ સંગઠનો અને રાષ્ટ્રીય એજન્સીઓ સાથે વ્યાપક પરામર્શ શરૂ કરશે

અમદાવાદ: ગુજરાતમાં ૨૦૨૬ માં યોજાનારી વાઇબ્રન્ટ સમિટ પહેલા ગુજરાત સરકારે નવી ઇન્ડસ્ટ્રીયલ અને સ્ટાર્ટઅપ પૉલીસી લાવવાની વિચારણા હાથ ધરી હોવાનું જાણવા મળે છે. આ પૉલીસી ૨૦૨૫ ના મધ્યમાં જાહેર થાય તેવી શક્યતા જણાય છે. આ માટે એમએસએમઈ, મોટા અને લઘુ ઉદ્યોગો, ઉદ્યોગ સંગઠનો અને રાષ્ટ્રીય એજન્સીઓ સાથે વ્યાપક પરામર્શ શરૂ કરશે. 

  નવી ઇન્ડસ્ટ્રીયલ પૉલિસીમાં રાજ્ય સરકારનો ઉદ્દેશ ઉદ્યોગોને મળતા લાભમાં વધારો કરવા માટે વિવિધ યોજનાઓને સીધી કેન્દ્રીય યોજનાઓ સાથે જોડવાનો છે. સરકાર રોજગારની સંખ્યામાં સુધારો કરવા માંગે છે, માટે વધુ રોજગાર આપતા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માંગે છે.

(11:41 PM IST)