News of Friday, 6th December 2024
બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની પુણ્યતિથિએ તેઓની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી વંદન સાથે શ્રદ્ધા સુમન અર્પણ

રાજપીપળા :બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની પુણ્યતિથિએ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ એ રાજપીપળા સ્થિત તેઓની પ્રતિમા ને પુષ્પમાળા અર્પણ કરી વંદન સાથે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ, નગરપાલિકા સદસ્ય પ્રગ્નેશ રામી, ભવાની પ્રસાદ કહાર, કમલેશભાઈ પટેલ, આર.કે સોલંકી, સુરેશભાઈ વસાવા, શાંતુભાઈ વસાવા, અજયભાઈ વસાવા, ડીપી ટેલર વિગેરે ભાજપના કાર્યકરો એ પુષ્પમાળા અર્પણ કરી હતી.(ભરત શાહ, નર્મદા)
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
