<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

વિરપુર ગામમાં 45 વર્ષ સુધી ઇમાનદારીથી વ્યાજબી ભાવની દુકાન ચલાવનાર જગુભાઈ વસાવાનું નિધન

45 વર્ષમાં કોઈજ વિવાદ, ફરિયાદ કે કેસ વિના રેશનકાર્ડ ધારકોને યોગ્ય જથ્થો આપનાર સજ્જનની અચાનક વિદાય

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લામાં અનેક સસ્તા અનાજની દુકાનો આવેલી છે અને લગભગ મોટાભાગની દુકાનો પર કોઈક ને કોઈક કારણે પુરવઠા વિભાગ દ્વારા કેસ પણ થયા હશે અથવા કેટલી દુકાનો ઉપર અનાજ બાબતે ગ્રાહકો સાથે માથાકૂટ પણ થતી જોવા મળતી હોય તેવામાં નાંદોદ તાલુકાના વીરપુર ગામમાં ૪૫ વર્ષથી ચાલતી જગુભાઈ શેખજીભાઈ વસાવાની સસ્તા અનાજની દુકાન એક પ્રમાણિક દુકાન તરીકે જાણીતી હતી કેમ કે આ દુકાનદારને ત્યાં ક્યારેય કોઈ ગ્રાહક ની માથાકૂટ થઈ નથી કોઈ વિવાદ કે ફરિયાદ થઈ નથી અને આટલા વર્ષો માં કોઈ કેસ પણ થયો નથી ત્યારે આવા સજ્જન દુકાનદાર વ્યક્તિ જગુકાકા તારીખ 5.12.2024 એ અચાનક દેવલોક પામતા તેમના પરિવારજનો, પુરવઠા દુકાનદારો અને તેમના ગ્રાહકોમાં શોકની લાગણી ફેલાઈ છે. સદગતનુ બેસણું તારીખ 8.12. 24 ને રવિવારે રાખેલ છે.

(10:36 PM IST)