<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

ગરૂડેશ્વર રેલ્વે ફાટકથી આગળ વડોદરા એકસપ્રેસ ટ્રેનની અડફેટે રેલ્વે ટ્રેક ઉપર અજાણ્યા વ્યક્તિનુ મોત

એકાદ મહિના ઉપર કેવડીયા રેલ્વે સ્ટેશનની નજીક જન શતાબ્દી ટ્રેનની અડફેટે પણ એક શખ્સનું મોત થયું હતું

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં ટ્રેઈનની અડફટે એક મહિનામાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે એક મહિના પહેલા કેવડીયા રેલ્વે સ્ટેશનની નજીક જન શતાબ્દી ટ્રેનની અડફેટે પણ એક શખ્સનું મોત થયું હતું ત્યારબાદ ગઈકાલે ગરુડેશ્વર રેલવે ફાટકની આગળ. વડોદર એકસપ્રેસ ટ્રેઈનની અડફટે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે

  પ્રાપ્ત વિગતો અનુસાર એક અજાણ્યો પુરૂષ ઈસમ જેની ઉ.વ.આ.૪૫ ગરૂડેશ્વર રેલ્વે ફાટકથી આગળ તિલકવાડા તરફ જવાના રેલ્વે ટ્રેક ઉપર આવેલ કિ.મી. પોલ નં.૪૪/૮ થી ૪૪/૭ ની વચ્ચે તા.૦૪/૧૨/૨૦૨૪ ના રોજ ટ્રેન નંબર ૧૨૯૨૮ એક્તાનગર થી મુબંઈ જવા વાળી વડોદરા એકસપ્રેસ ટ્રેન ની અડફેટે આવી જતા સ્થળ ઉપર જ મોત થતાં ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:37 PM IST)