<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

અમદાવાદના બોપલ-આંબલી રોડ પર અકસ્માત સર્જનાર નબીરા રિપલ પંચાલનું લાયસન્સ કાયમી ધોરણે રદ્દ કરાયું

રિપલે કોર્ટમાં જામીન અરજી કરતા તેને શરતી જામીન મળ્યા હતા RTOએ કડક કાર્યવાહી કરીને તેનું લાયસન્સ રદ્દ કરી દીધુ

અમદાવાદ શહેરના બોપલ-આંબલી રોડ પર 25મી નવેમ્બરે ઓડીના કારચાલક રિપલ પંચાલે નશાની હાલતમાં 5થી 7 વાહનોને અડફેટે લીધા હતા. સ્થળ પર ઉપસ્થિત લોકોએ રોષે ભરાઈને નબીરા કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો.

રિપલે કોર્ટમાં જામીન અરજી કરતા તેને શરતી જામીન મળી ગયા હતા. પરંતુ અમદાવાદ RTOએ રિપલ સામે કડક કાર્યવાહી કરીને તેનું લાયસન્સ કામ માટે રદ્દકરી દીધુ છે, એટલે કે રિપલ હવે વાહન નહીં ચલાવી શકે. 

અમદાવાદના બોપલ-આંબલી રોડ પર વૈભવી ઓડી કારચાલક રિપલ પંચાલે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી પાંચથી સાત જેટલા વાહનો અડફેટે લીધા હતા. ત્યારબાદ તેની કાર રેલિંગ સાથે અથડાતાં રોકાઈ ગઈ હતી. 

ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ રિપલને મેથીપાક ચખાડ્યો હતો. પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી.

(10:47 PM IST)