<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

સુરતના બારડોલીમાં મીની મેરેથોનનું ભવ્ય આયોજન

રેન્જ આઈ.જી. દ્વારા ફ્લેગ લહેરાવી દોડની શરૂઆત કરાવી :જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ અવેરનેસની થીમ પર યોજાયેલા મીની મેરેથોનમાં ઉત્સાહભેર નાગરિકોએ ભાગ લીધો

સુરત :સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમી ગણાતા સુરતના બારડોલીમાં મીની મેરેથોનનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલા મીની મેરેથોનમાં ઉત્સાહભેર નાગરિકોએ ભાગ લીધો હતો. 

   ખાસ વાત એ છે કે ડ્રગ્સ અવેરનેસની થીમ આ દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજના યુવાનોને ડ્રગ્સને લઈ જાગૃતતા આવે તે માટે સુંદર પ્રયાસો કરાયા છે.. રેન્જ આઈ.જી. દ્વારા ફ્લેગ લહેરાવી દોડની શરૂઆત કરાવી હતી  જેમાં 15 હજારથી વધુ યુવાનો ઉત્સાહભેર જોડાયા. સાથે જ બારડોલીના સાંસદ પ્રભુ વસાવા, બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર, જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ પણ હાજર રહ્યાં.

(11:55 AM IST)