<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીઓની મિલ્કતની તપાસના ડીજીપીએ આપ્યા SMCને આદેશ

પોલીસકર્મી અને તેના પરિવારની મિલકતો, બેંક બેલેન્સ, વાહનો, લૉકર સહિતની તપાસ કરવામાં આવશે.

ગુજરાતમાં થોડા સમય પહેલા પોલીસકર્મીની બદલી કરવામાં આવી હતી. જેમાંથી કેટલાક પોલીસ કર્મચારીની બદલી અમદાવાદ જિલ્લાની બહાર પણ કરવામાં આવી હતી. બદલી કરવામાં આવેલા પોલીસ કર્મચારીમાંથી 13 પોલીસકર્મીની મિલકતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ તમામ કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. DGPએ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ કરવા માટે આદેશ કર્યો છે.

અમદાવાદમાં તોડબાજીની ફરિયાદને આધારે બદલીઓ કરવામાં આવી હતી. પોલીસકર્મી અને તેના પરિવારના નામે કેટલી મિલકતો તેની તપાસ હાથ ધરવામાં આવશે. મળતી માહિતી અનુસાર 13 પોલીસકર્મી કોન્સ્ટેબલ અને હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. પોલીસકર્મી અને તેના પરિવારની મિલકતો, બેંક બેલેન્સ, વાહનો, લૉકર સહિતની તપાસ કરવામાં આવશે.

(12:35 PM IST)