<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

ભરૂચના જંબુસરમાં હિટ એન્ડ રન : અજાણ્યા વાહને અડફેટે લેતા RSSના કાર્યકર્તાનું મોત

અજાણ્યા વાહન ચાલકે મોર્નીગ વૉક પર નીકળેલ RSSના કાર્યકર્તા નીતિનભાઈ ચોકસીને પાછળથી ટક્કર મારતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું

ભરૂચ જિલ્લાના જબુસરના કડક રોડ પર વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનામાં ઘટી હતી. જેમાં અજાણ્યા વાહન ચાલકે મોર્નીગ વૉક પર નીકળેલ RSSના કાર્યકર્તાને પાછળ થી ટક્કર મારતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે જબુસરના ધારાસભ્ય તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આજે વહેલી સવારે RSSના કાર્યકર્તા નીતિન જયંતીલાલા ચોકસી નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. જે દરમિયાન પૂરપાટ ઝડપે એક વાહન આવ્યું હતું અને તેમને ટક્કર મારી હતી. અજાણ્યા વાહનની ટક્કરથી નીતિનભાઈ હવામાં ફંગોળાયા હતા. જેમાં માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ગંભીર ઇજાઓ પહોંચતા નીતિનભાઇનું બનાવ સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત કરી અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માતના પગલે સ્થાનિકો એકઠા થઇ ગયા હતા. બનાવની જાણ થતાં જંબુસર પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગો પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:37 PM IST)