News of Sunday, 8th December 2024
ઉકાઈ ડેમમાં કરાશે રિપેરિંગ કામ :બે મહિના પાણીકાપની તૈયારી કરતી નવસારી પાલિકા
--- બે મહિના સુધી પૂરતા પાણીનો જથ્થાનો સંગ્રહ ન કરાતું હોવાથી પાણીકાપને લઈ પાલિકાએ તૈયારી શરૂ કરી.

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં રિપેરિંગ કામ કરવામાં આવશે, બે મહિના પાણીકાપની નવસારી નગરપાલિકાએ તૈયારી શરૂ કરી છે,નવસારી નગરપાલિકા. સમગ્ર દક્ષિણ ગુજરાતને પાણી પહોંચાડતા ઉકાઈ ડેમની કેનાલોમાં રિપેરિંગ કામ માટે બે મહિના સુધી પાણીનું વિતરણ બંધ કરવામાં આવશે
જોકે સિંચાઈ વિભાગની ચેનલો મારફતે તળવામાં પાણી ભરીને નાગરિકો સુધી પહોંચાડવામાં આવતું હોય છે.. પરંતુ બે મહિના સુધી પૂરતા પાણીનો જથ્થાનો સંગ્રહ ન કરાતું હોવાથી પાણીકાપને લઈ પાલિકાએ તૈયારી શરૂ કરી.
પાણીકાપને કારણે ઓછા દબાણથી પાણી મેળવતા વિસ્તારોના લોકો અને ડાંગર પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.. જોકે સિંચાઈ વિભાગની કેનાલ દ્વારા શહેરના દૂધિયા તળાવ સરબતિયા તળાવ અને દેસાઈ તળાવ વિસ્તારોમાં આવેલા તળાવમાં પાણી ભરવામાં આવે છે.. અને ફિલ્ટર કરીને શહેરીજનો સુધી શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે છે..
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
