News of Sunday, 8th December 2024
ગુજરાતમાં દક્ષિણ ભારતીય મંદિરોની શૈલીમાં જૈન દેરાસરનું નિર્માણ થઈ રહ્યું છે
રાંચરડા ગામ નજીક નિર્માણાધિન દેરાસરમાં ૪૫ થી વધુ નકશીકામ કરેલા થાંભલા. અંદરની છત પર અદભૂત કોતરણી કામ થયું

અમદાવાદ: ગુજરાતમાં પહેલી વાર અમદાવાદ પાસે આવેલા રાંચરડા ગામ નજીક દક્ષિણ ભારતીય મંદિરોની શૈલીમાં જૈન દેરાસરનું નિર્માણ થઈ રહ્યું છે. નકશીકામ અને કોતરણીકામથી
બેનમૂન બની રહેલા દેરાસર માટે આચાર્ય કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે જૈન શાસ્ત્ર પ્રમાણે ડિઝાઇનને ચકાસીને દક્ષિણ શૈલીના મંદિરોની જેમ શ્રી પાર્શ્વ પ્રેમ ૨૪ જિનેશ્વર ધામનું નિર્માણ કર્યું છે. આના પ્રેરણાદાતા પ્રેમ સૂરીશ્વરજી મહારાજ સાહેબ છે, જેમનું સપનું હતું કે રાંચરડામાં જૈન દેરાસર બને અને સાધુ-સાધ્વીજીઓનું સેવાનું કેન્દ્ર પણ બને. આ દેરાસરનું થોડું કામ બાકી છે. આ દેરાસરમાં ૪૫ થી વધુ નકશીકામ કરેલા થાંભલા, અંદરની છત પર પણ અદ્ભુત કોતરણી અને નકશીકામ થયું છે. આ દેરાસરમાં ચૌમુખી મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
