<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની દિશામાં કવાયત શરૂ !!

ચૂંટણીનું ટૂંક સમયમાં જાહેરનામું બહાર પડે તેવી શક્યતા નકારી શકાતી નથી

ગાંધીનગર: સામાન્ય રીતે વિધાનસભા/લોકસભાની ચૂંટણી થયા પછી વિપક્ષ દ્વારા હારનું ઠીકડું ઈલેક્ટ્રીક વોટીંગ મશીન (ઇવીએમ) ઉપર ફોડાય છે. હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષની હાર પછી કોંગ્રેસે ઇલેક્ટ્રીક વોટિંગ મશીન ને બદલે બેલેટ પેપરથી ચૂંટણીઓ યોજવાની માંગણી સાથે દેશમાં યાત્રા યોજવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે ગુજરાતમાં આગામી મહિનામાં યોજનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ખાસ કરીને ૪૬૭૪  જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, એવો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.! જોકે તે સિવાયની તાલુકા-જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ ઈલેક્ટ્રીક વોટીંગ મશીનથી યોજાશે એમ કહેવાઈ રહ્યું છે. રાજ્ય ચૂંટણી પંચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજવાની દિશામાં ધમધમાટ શરૂ થયો છે. આ અંગે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

(11:14 PM IST)