News of Sunday, 8th December 2024
રાજપીપળા ખાતે સમગ્ર ગુજરાત યુવા ચૌહાણ ધોબી સમાજનું સંમેલન યોજાયું
આ સંમેલનમાં 27 મો વાર્ષિક અહેવાલ અને હિસાબ રજૂ કરી અભ્યાસ કરતા સમાજના 200 થી વધુ બાળકોને ભેટ આપી પ્રોત્સાહિત કર્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં ધોબી સમાજની મોટી વસ્તી છે અને આ સમાજ દ્વારા વર્ષમાં એક વખત સ્નેહમિલન કાર્યક્રમ કરી સમાજ ના લોકો એકઠા થતા હોય જેમાં આજરોજ રાજપીપળા દશા ખડાયતાની વાડી ખાતે સમગ્ર ગુજરાત યુવા ચૌહાણ ધોબી સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાનો, યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ સંમેલનમાં 27 મો વાર્ષિક અહેવાલ અને હિસાબ રજૂ કરી સમાજના અભ્યાસ કરતા 200 થી વધુ બાળકોને ભેટ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.
આ તબક્કે મંચ પરથી અંકલેશ્વર ધોબી સમાજના પ્રમુખ રમેશભાઈ ચૌહાણ એ તેમના મંતવ્ય માં જણાવ્યું કે આપણા સમાજ ના આવા દરેક કાર્યક્રમો માં આખો સમાજ ભેગો થવો જરૂરી છે, સાથે સાથે અંકલેશ્વરમાં સમૂહ લગ્નનુ આયોજન કરવાનું હોય એ બાબતે માહિતી આપી જેમણે નામ નોંધાવવા હોય તેમણે નોંધણી કરાવવા જણાવ્યું હતું.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
