News of Sunday, 8th December 2024
લોનના હપ્તા ન ભરનાર વ્યક્તિને રાજપીપળા કોર્ટે એક વર્ષ કેદની સજા તથા ચેકની રકમ ચૂકવવાનો હુકમ કર્યો

(ભરત શાહ દ્વારા )નર્મદા : રાજપીપળા ફાઇનાન્સ કંપનીમાંથી વાહન ખરીદવા માટે લોન લેનાર ગ્રાહકે લોનના હપ્તા ન ભરતા રાજપીપળા કોર્ટે લોન નહીં ભરનાર વ્યક્તિને એક વર્ષની સજા ફટકારી ચેકની રકમ બે માસમાં ચૂકવવાનો હુકમ કર્યો છે
રાજપીપળાની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લી. ના જવાબદાર અધિકારી હેમંતકુમાર બાબુભાઈ તડવી એ સાગબારાના સેલંબા ગામના જમાદાર ફળિયામાં રહેતા દાદ મહંમદખાન અહમદ બલોચીએ વાહન ખરીદવા માટે રૂપિાય ૫,૦૦,૦૦૦ની લોન લીધી હતી. આ વાહનની આર.સી. બુકમાં હાયપોથીકેશનની નોંધ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફયનાન્સ કંપની લીમીટેડના નામે છે. જેમાં આ ગ્રાહક લોનના હપ્તા ભરવામાં નિયમીત ન હોવાથી ગ્રાહક ને ફરીયાદીએ લોનના હપ્તા ભરવા માટે વારંવાર મૌખિક અને લેખિત નોટીસ પાઠવીને જાણ કરતા ગ્રાહકે બ્રાંચ ઓફીસે આવી અને ફરીયાદીને લોનના બાકી લેણા પેટે પાંચ લાખનો ચેક લખી આપ્યો હતો, જેથી ફરીયાદીએ ચેક બેંકમાં રજુ કરતા અપૂરતા નાણાં ના અભાવે ચેક બીજે દિવસે બાઉન્સ થયો હતો. જેથી આ બાબતે શ્રીરામ ફાઈનાન્સ તરફે એડવોકેટ અનિરુદ્ધ.એચ.પંડયા એ નોટીસ આપવા છતાં રકમ નહી ચૂકવતા રાજપીપળા કોર્ટ માં આ માટેની ફરિયાદ દાખલ કરતા રાજપીપળાના બીજા એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટેટની કોર્ટમાં દાદ મહંમદખાન અહમદ બલોચી સામે ફેજદારી કલમ અન્વયે ધી નેગોશીયએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબના શિક્ષાપાત્ર ગુન્હામાં દોષીત ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ બે માસમાં ચૂકવવાનો હુકમ કર્યો હતો. જેથી લોન લઈ રૂપિયા નહીં ભરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
