News of Tuesday, 10th December 2024
નર્મદા જળસંપતિ વિભાગના ૧૬ નાયબ ઇજનેરોની બદલી
મોરબીના ફોરમ ભાણવડિયા રાજકોટમાં: જામનગરના સરસરિયા ગાંધીનગરમાં

રાજકોટ તા. ૧૦ :.. રાજયના નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ૬ નાયબ કાર્યપાલક ઇજનેર (સીવીલ) ની સ્વંવિનંતીથી અને ૧૦ની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. વિભાગના સંયુકત સચિવ ડી. આર. ભમ્મરની સહીથી બદલીના હુકમ કરવામાં આવ્યા છે.રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના મોરબીના ફોરમ એસ. ભાણવડિયાને ગુણવતા નિયમન વિભાગ-૧ રાજકોટમાં, જામનગરના પ્રશાંત સરસરિયાને મત્સ્યોદ્યોગ કમિશનર કચેરી ગાંધીનગર તથા મત્સ્યોદ્યોગ કમિશનર કચેરીના દીપક પટેલને સિંચાઇ પેટા વિભાગ-ર જામનગર નિમણૂંક આપવામાં આવી છે. અન્ય ફેરફારો સૌરાષ્ટ્ર સિવાઇના વિસ્તારોને સ્પર્શતા છે
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
