તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 10th December 2024
કોઈ ખેરખાંઓને છોડતા નહિ, સરકાર તમારી સાથે જ છે...ભૂપેન્દ્રભાઈ પટેલ - હર્ષ સંઘવીની acb વડાને ખાત્રી
મુખ્યમંત્રીએ ૧૦ ફરિયાદીઓને વ્યકિતગત મળી તેમની વ્યથા સાંભળી અને જાહેર સન્માન કર્યું ભ્રષ્ટાચારીઓને તોબાહ પોકાવનાર acb વડા શમશેરસિંઘ અને ટીમની ગૃહમંત્રી દ્વારા મોહફાટ પ્રશંસા

રાજકોટ એકમના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલ પીઆઇ આલ સહિતનાં રાજ્યના વિવિધ અધિકારીઓની પીઠ થાબડવામાં આવી. ૧૮૬૪ થી વધુ ફરીયાદીનો સામેથી સંપર્ક થયાની જાણકારી શમશેરસિંઘ દ્વારા અપાતા હર્ષ ફેલાયો...
રાજકોટ તા. પોતાના હક્કની બહારનું મેળવવા માટે જે લોકો (સરકારી અધિકારી)/ સ્ટાફ ) શોર્ટ કર્ટ જે રીતે શોધે છે તેનાથી પોતાની નૈતિકતા ગુમાવતા હોવાની ખૂબ માર્મિક ટકોર મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ. મુખ્યમંત્રી દ્વારા acb વડા શમશેરસિંઘ અને તેમની ટીમ દ્વારા ભ્રષ્ટાચાર સામેના જંગની મોહફટ પ્રસંશા કરી અને acb અધીકારીઓને કોઈ ચમ્મર બંધીને ન છોડવા અને સરકાર તમારી સાથે હોવાની ખાતરી આપી હતી.
ઉકત પ્રસંગે ભ્રષ્ટાચાર સામે નાગરિકોને રક્ષણ આપવાનાં કેર પ્રોગ્રામથી આવેલ જાગૃતિ અને આગળ આવેલ ફરિયાદીઓનું અને ખૂબ જહેમતપૂર્વક કાર્ય કરનાર અધિકારીઓનું બહુમાન થયેલ.
ઉકત પ્રસંગે ભ્રષ્ટાચાર સામે નાગરિકોને રક્ષણ આપવાનાં કેર પ્રોગ્રામથી આવેલ જાગૃતિ અને આગળ આવેલ ફરિયાદીઓનું અને ખૂબ જહેમતપૂર્વક કાર્ય કરનાર અધિકારીઓનું બહુમાન થયેલ.
મુખ્ય મંત્રી દ્વારા જાતે ફરીયાદીને મળી તેમના ૭૨ જેટલા સૂચનોની અમલવારીની સમીક્ષા કરી હતી.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના સામાન્ય નાગરિકોને પોતાનો હક્ક અને ન્યાય અપાવવા લાંચ રૂશ્વત વિરુદ્ધ લડાઈ લડી રહેલી એન્ટી કરપ્શન બ્યુરોની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે, લાંચ રૂશ્વત એટલે માત્ર એક શબ્દ નહીં, પરંતુ તે આપણાં સમાજમાં વિકાસના માર્ગ આડે રહેલો એક મોટો અવરોધ છે. જે ન્યાય, સમાનતા અને પારદર્શકતાના મૂલ્યોની સાથે-સાથે નાગરિક હિતોને પણ નુકસાન પહોંચાડે છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જ્યારથી મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમને ખુલ્લા હાથની છૂટ મળી છે. તેના પરિણામે ગુજરાતમાં સૌથી વધુ લાંચિયા અધિકારી-કર્મચારીઓને ગંગાજળ પીવડાવવાનો શ્રેય પ્રાત થયો છે.
એન્ટી કરપ્શન બ્યુરોના નિયામક શ્રી શમશેર સિંઘે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સરકારે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ઝીરો ટોલરેન્સની નીતિ અપનાવીને ભ્રષ્ટાચારી અધિકારી-કર્મચારીઓને પકડીને ફરિયાદીને ન્યાય અપાવ્યો છે. રાજયમાંથી ભ્રષ્ટાચારને અટકાવવા એસીબી દ્વારા કેર પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત એ.સી.બી. દ્વારા ૧૮૬૪ થી વધુ ફરિયાદીનો રૂબરૂ સંપર્ક કરી ફરિયાદી પાસેથી સૂચનો અને રજૂઆતો મેળવવામાં આવી છે.
તેવોએ વિશેષમાં જણાવેલ કે, ઉકત કાર્ય એમે જે રીતે કરીએ છીએ તેમાં મુખ્યમંત્રી, ગ્રહમંત્રી, મુખ્ય સચિવ વિગેરેનો ખૂબ સહકાર સાથે ફ્રી હેન્ડ મળ્યો તેથી સફળ બન્યા છીએ. ઉકત પ્રસંગે ભુજ બોર્ડર રેન્જ અને રાજકોટ એકમનો ચાર્જ ધરાવતા મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિહ ગોહિલ, પીઆઇ આલ વિગેરે અઘિકારીઓનું સન્માન કરેલ.
ઉકત પ્રસંગે પૂજ્ય બ્રહનવિહારી સ્વામિ, રાજ્ય સભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકિયા અને મુખ્ય મંત્રીના એડવાયઝર હસમુખ અઢિયા આ મહત્વના સેમીનારમાં વિશેષ ઉપસ્થિત રહેલ.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
