તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Tuesday, 10th December 2024
રાજ્ય લેવલના પ્રિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ
મુખ્ય જેલ વડા ડો.કે. એલ. એન.રાવ હસ્તે શુભારંભ.. ડીન ડો ઇન્દુ રાવ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ

રાજકોટ, તા.૧૦: ગુજરાતની જેલોમાં રાજ્ય લેવલનાં ૫માં ડીજીપી કપ પ્રિઝંન ક્રિકેટ ટૂનામેન્ટનો દબદબાભેર પ્રારંભ રાજ્યના મુખ્ય જેલ વડા ડીજીપી ડો.કે. એલ. એન.રાવ દ્વારા થયેલ.
અત્રે એ યાદ રહે કે આ ટુર્નામેન્ટનો પ્રારંભ યોગાનિયોગ ૫ વર્ષ અગાઉ પણ ડૉ.કે. એલ. એન.રાવ હસ્તે કરવામાં આવેલ.
ગુજરાતની જેલોમાં ઐતિહાસિક અને ક્રાંતિકારી પરિવર્તન લાવનાર રાજ્યના મુખ્ય જેલ વડા ડો.કે. એલ.એન.રાવ દ્વારા કેદીઓને આત્મ નિર્ભર બનાવવા અને જેલ જીવન બાદ સારા નાગરિક તરીકે બહાર આવે અને તેમને રોજગારી મળી રહે તેવા પ્રયત્નો ચાલે છે, જે કાર્યમાં તેમને જાણીતા શિક્ષણવિદ અને ડીન ડો. ઇન્દુ રાવનો પણ ભરપૂર સહયોગ મળી રહયો છે. જેલમાં ઓલમ્પિક સહિત રાષ્ટ્ર લેવલની રમત સાથે વડોદરાનો કેદી ઓન લાઇન અમેરિકન કેદી સાથે ચેસ રમી શકે તેવું આયોજન ડો. રાવે ગોઠવ્યું છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
