News of Tuesday, 10th December 2024
ઇન્સ્ટિટયૂટ ઓફ લેન્ગવેજ ટિચિંગ રાજકોટ દ્વારા IIT ગાંધીનગર ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન
આઈ.આઈ.ટી.ઇ., ચિલ્ડ્રન યુનિવર્સિટી, ત્રિ મંદિર, GSHEB, SEB, Gift City ની મુલાકાત લીધી

રાજકોટ તા. ૧૦: ઇન્સ્ટિટયૂટ ઓફ લેન્ગવેજ ટિચિંગ રાજકોટનાં તાલીમાર્થીઓ તેઓના અભ્યાસક્રમના ભાગરૂપે શિક્ષણ અને તાલીમ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓથી પરિચિત થાય તે હેતુથી પ્રિન્સિપાલ ડો.નિદત્ત બારોટનાં માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ખાતે બે દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું ડો. નિદત્ત બારોટ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ઇન્સ્ટિટયૂટ ઓફ લેન્ગવેજ ટિચિંગ રાજકોટનાં સેમ-૧ અને સેમ-૩ નાં કુલ ૪૨ તાલીમાર્થીઓ અને ૭ અધ્યાપકો આ શૈક્ષણિક પ્રવાસમા સહભાગી બન્યાં હતાં. પ્રથમ દિવસે તાલીમાર્થીઓએ સૌ પ્રથમ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશનની મુલાકાત લીધી યુનિવર્સિટીનાં અભ્યાસક્રમો, કાર્યપદ્ધતિ, રીસર્ચ અને વિવિધ પ્રવળત્તિઓથી માહિતગાર થયાં હતાં. આ ઉપરાંત સમગ્ર કેમ્પસની વિઝિટ કરી હતી.
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશનના કુલપતિ ડો. આર. સી. પટેલ સાહેબે તાલીમાર્થીઓ સાથે સવાંદ કર્યો હતો. ત્યારબાદ તાલીમાર્થીઓ GSHEB ની મુલાકાતે ગયાં હતાં. GSHEB નાં સ્ટાફે તાલીમાર્થી સાથે સંવાદ કરીને ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાના સફળ અને વિશ્વસનીય આયોજન સબંધી, ઙ્ક‘પત્ર સબંધી, ધોરણ-૧૦ અને ૧૨નાં સર્ટિફિકેટનાં વેરિફિકશન તેમજ ડુપ્લીકેટ માર્કશીટ સબંધી વિગતોની ચર્ચા કરી હતી. ત્યારબાદ તાલીમાર્થીઓએ SEB ની મુલકાત લીધી હતી. સચિવ સમીર પટેલે તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરીને SEB દ્વારા લેવાતી વિવિધ પ્રકારની પરીક્ષાઓ અને તેના આયોજન સબંધી વિગતોની માહિતી આપી હતી. અંતમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લઈને પ્રથમ દિવસ પૂર્ણ થયો હતો.
બીજા દિવસે વહેલી સવારે ત્રિમંદિર અડાલજની મુલાકાત લઈ તાલીમાર્થીઓ અડાલજની વાવ જોવા ગયાં. અહીં ગાઈડ દ્વારા તાલીમાર્થીઓને વાવના બાંધકામ અને ઇતિહાસની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ તાલીમાર્થીઓએ ચિલ્ડ્રન રીસર્ચ યુનિવર્સિટીની મુલાકાત લીધી. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સંજયકુમાર ગુપ્તા તેમજ રજિસ્ટ્રાર ડો. જીજ્ઞેશ પટેલે તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. ત્યારબાદ તાલીમાર્થીઓએ ચિલ્ડ્રન રીસર્ચ યુનિવર્સિટીનું યુનિક કેમ્પસ નિહાળ્યું યુનિવર્સિટીની અનોખી કાર્ય પદ્ધતિ અને વિવિધ પ્રવળત્તિઓથી માહિતગાર થયાં હતાં. ત્યારબાદ તાલીમાર્થીઓને GIFT City ની મુલાકાતે લઈ જવામાં આવ્યાં હતાં. પ્રેઝન્ટેશન દ્રારા GIFT City ની સ્થાપનાથી લઈને તેની કાર્ય પદ્ધતિ, તેનાં યુનિક બાંઘકામ તેમજ વિશ્વ કક્ષાએ તેનાં મહત્વની વાત કરી તાલીમાર્થીઓએ ત્યારબાદ GIFT CITYનાં કૂલિંગ પ્લાન્ટ, યુટિલિટી ટનલ અને વેસ્ટ મેનજમેન્ટ જેવાં મહત્વનાં પ્રોજેક્ટ રૂબરૂ નિહાળ્યાં હતાં. સમગ્ર પ્રવાસ તાલીમાર્થીઓ માટે ભવિષ્યનાં શિક્ષકો તરીકે ખૂબ ઉપયોગી સાબિત થયો. તાલીમાર્થીઓ માટે જે તે સ્થળે રૂબરૂ જઈને તેની કામગીરીથી વાકેફ થવાનો અનુભવ ખરેખર અદ્ભૂત અને અસરકારક હતો.
ગાંધીનગરની બે દિવસની આ સમગ્ર મુલાકાતને સફળ બનાવવા બદલ IITE ના કુલપતિ ડો. આર. સી. પટેલ, પ્રો.ડો. સુધિર ટંડેલ, મિસ પ્રાચી પ્રજાપતિ, GSHEB નાં સ્ટાફ મિત્રો, વૈષ્ણવ તથા ફાલ્ગુની, SEB ના સચિવ સમીર પટેલ, ચિલ્ડ્રન રીસર્ચ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સંજયકુમાર ગુપ્તા, રજિસ્ટ્રાર ડો. જીજ્ઞેશ પટેલ તેમજ સમગ્ર સ્ટાફ તેમજ GIFT City ના અધિકારી યોગેશ માટે પ્રિન્સિપાલ ડો. નિદત્ત બારોટ, સમગ્ર સ્ટાફ ડો.નેહલ શીંગાળા, જ્યોતિબેન તડવી, દીપિકાબેન પટેલ, ડો.સ્મિતા ગઢવી, ડો.હિમાંશુ આચાર્ય, ડો.તરન્નુમ બુખારી, ડો. દક્ષા ડાંગર તેમજ તમામ તાલીમાર્થીઓ આભારની લાગણી વ્યક્ત કરે છે.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
