News of Tuesday, 10th December 2024
ખેતીની જમીન વેચાણ તથા ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર મેળવવા I-ORA પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકાશે
ખેડુત ખાતેદાર ખરાઇ માટે તા.૦૬/૦૪/૧૯૯૫ પહેલાનું રેકર્ડ ધ્યાને ન લેવા સૂચના : એ.ડી.ગૌતમ

રાજકોટ તા.૧૦ ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે તથા ઓનલાઇન પ્રક્રિયાના ભાગરૂપે ખેડુત ખરાઇના પ્રમાણપત્ર મેળવવા બાબતનેી સમગ્ર પ્રક્રિયા રાજ્યમાં ઓનલાઇન બરાઇ છે, આવી વિવિધ પરવાનગીઓ મેળવવા માટે I-ORA પોર્ટલ ઉપર ઓનલાઇન કાર્યપધ્ધતી નક્કી થયેલ છે.
જે મુજબ ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડુત ખાતેદાર પાસેથી ખેડુત ખરાઇ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવે છે. ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડુત ખરાઇની ચકાસણીમાં તા.૦૬/૦૪/૧૯૯૫ અગાઉનો રેકર્ડ ધ્યાને લેવાનો રહેશે નહિં. ખેતીની જમીનની હક્કપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેુડુત ખાતેદારે હોવા બાબતનું સોગંદનામુ રજુ કરવામું રહેશે. વેચાણ નોંધ પ્રમણીત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે સક્ષમ મહેસુલી સતાધકારીએ ખેડુત ખરાઇ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહિ તેમજ ખેડુત હોવા અંગે ઉપલબ્ધ ઓનલાઇન રેકર્ડ ચકાસણી કરી ‘‘ખેડુત ખરાઇ કરી'' તે અંગેનો શેરો કરવાનો રહેશે. આમ ખેતીની જમીનના વેચાણના મુદે રેકર્ડની બીન ઉપલબ્ધતા તથા ખેડુત ખરાઇ પ્રમાણપત્ર મળવા અંગે અરજદારો હાલાકીઓ ન થાય તેધ્યાને લઇ વેચાણની નોંધ પ્રમાણિત કરતી વખતે ખેડુત ખાતેદાર ખરાઇ તા.૦૬/૦૪/૧૯૯૫ પહેલાનું રેકર્ડ ધ્યાને લેવાનું રહેશે નહીં, તેમ નિવાસી અધિક કલેકટર શ્રી એ.કે.ગૌતમની યાદીમા ઉમેરાયુ છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
