<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

૨૨ ડિસેમ્બરે અમદાવાદમાં ક્ષત્રિય એકતા મહાસંમેલન

બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની નેમ સાથે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે આ મહાસંમેલનનું આયોજન કર્યું

અમદાવાદ: શહેરમાં ફરી એક વખત ક્ષત્રિયો શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. રાજ્યમાં ક્ષત્રિયોની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે એક પહેલના ભાગ રૂપે બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની નેમ સાથે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે આ મહાસંમેલનનું આયોજન અમદાવાદ ખાતે તા.૨૨ ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. જેમાં તમામ રાજકીય અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. 

  રાજ શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે, આ સંમેલન પછી તમામ રાજ્યો ખાતે પણ આવા મહાસંમેલનનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવનાર છે. ત્યાર પછી પોતાની પાર્ટી બનાવી ચૂંટણીના મેદાનમાં પણ ઉતરશે તેવો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો

(7:50 PM IST)