તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Tuesday, 10th December 2024
બોડેલીમાં બેકાબુ કાર હોટલમાં ઘુસતા અફરાતફરી : જમવાનો આનંદ માણતા લોકોના જીવ તાળવે ચોંટ્યા
અકસ્માતમાં ફંગોળાયેલા 3 લોકો ઈજાગ્રસ્ત થયા: હોટલને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે માંતેલા સાંઢની માફક ધસી આવેલી કાર હોટલમાં ઘુસી ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં આવેલ યુ એન્ડ મી ચાઈનીઝ ચિકનની હોટલમાં લોકો જમી રહ્યા હતા. આ સમયે પાછળથી પુરપાટ આવતી કાર હોટલમાં ઘુસી ગઈ હતી.
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, કાપડના પડદાની અંદર ગોઠવેલા ટેબલ-ખુરશી પર ચારેક લોકો ભોજનનો આનંદ માણી રહ્યા છે. જ્યારે કેસરી કલરનું જેકેટ પહેરેલ એક વેઈટર ગ્રાહકોના ઓર્ડર લેવા સાથે ખાલી થયેલા ટેબલ પરથી એંઠા વાસણો લઈ જઈ રહ્યો છે. જ્યારે પડદાની બહાર લારી પર ગ્રાહકોના ઓર્ડર પ્રમાણે ચિકન બનાવવામાં આવી રહ્યું છે.
આ સમયે ઝેકેટ પહેરેલો એક યુવક ફોન પર વાત કરતા-કરતાં ખાઈ રહ્યો હોય છે, ત્યારે તેની ખુરશીની પાછળ રહેલા લીલા પડતા પાછળથી કારની લાઈટ ઝબકારા મારે છે. કાર પુરપાટ પોતાની તરફ આવતી જોઈને ખાવા બેઠેલો યુવક તાત્કાલિક ઉભો થઈને ભાગે છે. આ સાથે જ કાર હોટલના પડદાને ચીરીને અંદર ઘૂસી જાય છે અને સામે બીજા ટેબલ પર જમવાનો આનંદ માણી રહેલા લોકોને ઠોકરે ચડાવે છે.
આ અકસ્માતમાં ફંગોળાયેલા 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે હોટલને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. હાલ તો હોટલ માલિકની ફરિયાદના આધારે બોડેલી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
