News of Wednesday, 11th December 2024
વડનગર વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ ફેલાયો
મોડી રાત્રે અને વહેલી સવાર કામ વગર બહાર ન નીકળવા લોકોને અપીલ: વન વિભાગે વિશેષ સૂચના જાહેર કરી

મહેસાણાના વડનગર વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ ફેલાયો છે. વડનગરના વાગડી ગામની આસપાસ દીપડો દેખાયો છે. ગામના લોકોની સુરક્ષાને લઈ વન વિભાગે વિશેષ સૂચના જાહેર કરી છેે. મોડી રાત્રે અને વહેલી સવાર કામ વગર બહાર ન નીકળવા લોકોને અપીલ કરવામાં આવી છે. દીપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજરું મુકવામાં આવ્યું છે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
