<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

એશિયાની સૌથી મોટી ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપના 3 જૂથો વચ્ચે ચુંટણી જંગ:14 બેઠક માટે 36 ઉમેદવાર મેદાનમાં

ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને ઉતર્યા

અમદાવાદ : એશિયાની સૌથી મોટી ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપના 3 જૂથો વચ્ચે ચુંટણી જંગ જામ્યો છે.ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના જૂથ આમને સામને છે. ઊંઝા APMCના પૂર્વ ચેરમેન દિનેશ પટેલે ખરીદ વેચાણ મંડળીમાં ફોર્મ ભર્યું હતું. બે ફોર્મ જ ભરાયા હતા અને સામેના ઉમેદવારે ફોર્મ પરત ખેંચાતા દીનેશ પટેલ બિનહરીફ જાહેર થયાં છે.

ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. ચૂંટણી મામલે ચુંટણી મામલે ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, ખેડૂત મંડળીના તમામ 20 ઉમેદવાર ભાજપના જ છે. પક્ષ જે પ્રમાણે નિર્ણય લેશે તે પ્રમાણે આગળ વધીશું. પક્ષ જેને મેન્ડેટ આપશે તેને જીતાડવા અમે પ્રયત્ન કરીશું. આજ રાત સુધી ઉમેદવારોને મેન્ડેટ મળે તેવી સંભાવના છે

(9:23 PM IST)