તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Thursday, 12th December 2024
વડોદરામાં વ્યાજખોર મિત્રએ વ્યાજની રકમ સમયસર ન મળતા મિત્રને જ આપી મારી નાખવાની ધમકી
વેપારીએ વ્યાજખોર મિત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી

વડોદરા : છાણીમા રહેતા અને રણોલીમાં ઓટો પાર્ટ્સની દુકાન ધરાવતા વેપારીએ પોતાના જ મિત્ર પાસેથી રૂપિયા 12 લાખ વ્યાજે લીધા બાદ પહેલા નિયમિત વ્યાજ આપતો હતો. જોકે, સમય જતાં આર્થિક સ્થિતિ બગડી હતી અને વેપારીથી વ્યાજ ચૂકવાયું ન હતું. જેના કારણે વ્યાજખોર મિત્રએ રૂ.12 લાખ અને વ્યાજ સહિત 15 લાખની માંગણી કરી તેમજ રૂપિયા ન આપે તો મકાન-દુકાન લખી આપવાનું કહી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વેપારીએ વ્યાજખોર મિત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ વડોદરાના છાણી ગામમાં આવેલા રુદ્રાક્ષ હેવનમાં મહેશભાઈ કિશોરભાઈ સાયાણી રહે છે અને રણોલી ખાતે શ્રીજી ઓટો નામની ઓટો પાર્ટની દુકાન ધરાવે છે. રૂપિયાની જરૂરિયાત ઉભી થતા વેપારી મહેશભાઈએ વ્યાજનો ધંધો કરતા મિત્ર દેવેન મહેતા પાસેથી 3%ના વ્યાજે 12 લાખ રૂપિયા લીધા અને તેના રૂપિયાના બદલામાં વ્યાજે રૂપિયા આપનાર મિત્ર દેવેને મહેશભાઈ પાસેથી 4 ચેક લીધા હતા. મહેશભાઈ 12 લાખ રૂપિયાનું 3 ટકા દર મહિને વ્યાજ ચુકવતા. જોકે માર્ચ મહીનામાં તેમની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ હતી. જેના કારણે તેઓ આજદિન સુધી એટલેકે નવ મહિનાથી હપ્તો ચૂકવી શક્યા ન હતા. ત્યારે વ્યાજખોર દેવેને મહેશભાઈને બાકી 9 મહિનાનું વ્યાજ-મૂડી મળી 15 લાખ ચૂકવવાના થતા હોય રૂપિયા 15 લાખનો ચેક લખી આપો તેમ કહ્યું હતું. ત્યારે, ઓક્ટોમ્બર મહિનામાં મહેશભાઈએ મિત્ર દેવેનને ચેક લખી આપ્યો અને બાંહેધરી નોટ પણ મહેશભાઈ પાસેથી લખાવી લીધી.
વ્યાજખોર મિત્રે દર મહીને રૂપિયા 30 હજારનો હપ્તો ચુકવવાનો નક્કી કર્યું અને 30,000 રૂપિયાની સગવડ નહી થતા 19,000 ઓનલાઈન ચુકવણી કર્યા. તેવામાં અઠવાડીયામાં 3 દિવસ દેવેનને ત્યાં નોકરી કરતા સુદર્શન નામનો વ્યક્તિ મહેશભાઈની દુકાને ગયો અને રૂપિયાની માંગણી કરી. જે બાદ તે દેવેન સાથે મોબાઈલ ફોન પર સંપર્ક કરાવતો. દેવેને મહેશભાઈને મોબાઈલ ફોન પર તારે રૂપિયા ચુકવવા પડશે અને નહિ ચૂકવે તો તારૂ મકાન દુકાન મારા નામે કરી દે. તેમજ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી મેસેજ પણ કરતો. જેના કારણે માનસિક ત્રાસથી કંટાળી વેપારીએ છાણી પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
