<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

ર૦ નવેમ્‍બરે સત્‍ય સાઇ હાર્ટ હોસ્‍પિટલ અમદાવાદનો ૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ

આજે બપોરે ઋષિકેષ પટેલ અમદાવાદની મુલાકાતે ૬૪ કરોડના ખર્ચે નવનિર્માણ કાર્ય હાથ ધરાયેલ છે

રાજકોટઃ અમદાવાદ કાસીન્‍દ્રા ખાતે આવેલી શ્રી સત્‍ય સાઇ હાર્ટ હોસ્‍પિટલ તા.ર૦ નવેમ્‍બરના રોજ ૬ વર્ષ પુરા કરીને ૭ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. છેલ્લા ૬ વર્ષમાં ૧૦ હજાર કરતા પણ વધારે હૃદય રોગના બાળ દર્દીઓને વિનામુલ્‍યે સારવાર આપીને સમાજના જરૂરીયાતમંદ લોકો માટે આશાનું એક માત્ર કિરણ બની રહી છે. આજે તો૧૪/૧ર/ર૦ર૪ શનિવાર બપોરે ર વાગ્‍યાના રોજ ગુજરાત રાજયના આરોગ્‍ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ અમદાવાદની શ્રી સત્‍ય સાઇ હાર્ટ હોસ્‍પિટલ કાસીન્‍દ્રાની ખાસ મુલાકાત લઇ રહયાં છે.

આ સેવા યજ્ઞનું વિસ્‍તરણ કરવામાં આવી રહયું છે જેમાં આશરે ચોસઠ કરોડના ખર્ચે અમદાવાદમાં નવા ૬ ઓપરેશન થિયેટર, નર્સિગ કોલેજ અને રાજકોટમાં ૪ ઓપરેશન થિયેટર અને આઇસીયુનું નર્માણ કાર્ય થઇ રહયું છે.

આ હોસ્‍પિટલ દ્વારા દેશના ૮ રાજયો સાથે કરાર થયેલ છે. જેમાં ઓડિશા, રાજસ્‍થાન, બિહાર, મધ્‍યપ્રદેશ, આસામ, ઝારખંડ, લેહ લદ્‌ાખ અને હરિયાણાના દર્દીઓની નિઃશુલ્‍ક સારવાર કરે છે.

ભારતના ૮ રાજયો અને ૬૦% થી વધારે ભારતની આબાદીને ગુજરાતની બંને શ્રી સત્‍ય સાઇ હાર્ટ હોસ્‍પિટલે વિનામુલ્‍યે હૃદય રોગના દર્દીઓને એક નવું જીવન પ્રદાન કર્યુ છે.

‘‘દિલ વિધાઉટ બીલ''ના નામે જાણીતી શ્રી સત્‍ય સાઇ હાર્ટ હોસ્‍પિટલ, ભુતપુર્વ રાષ્‍ટ્રપતિશ્રી એ.પી.જે.કલામે આ હોસ્‍પિટલને ‘‘દિલ વિધાઉટ બીલ''ના નામથી બીરદાવેલ છે.

શ્રી સત્‍યસાઇ હાર્ટ હોસ્‍પિટલ અમદાવાદ કે જે ભારતની સૌથી મોટી બાળકો માટેની હૃદયર રોગની ચેરીટેબલ હોસ્‍પિટલ છે કે જે બાળકોના હૃદયના ઓપરેશન જેનો કોઇ પણ હોસ્‍પિટલમાં ૩ થી પ લાખ ખર્ચો થાય છે તેવા મોંઘા ભાવના ઓપરેશન વિના મુલ્‍યે કરે છે.

૩૧૦ બેડ, ૪ ઓપરેશન થિયેટર, ૪ આઇસીયુ-આઇસીસીયુ અને બે કેથ લેબ ધરાવતી શ્રી સત્‍ય સાઇ હાર્ટ હોસ્‍પિટલ,કાસીન્‍દ્રા સેવા ક્ષેત્રે અનન્‍ય મિસાલ બની રહી છે. અહીં ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વિના તમામ બાળ દર્દીઓના વિનામુલ્‍યે ઓપરેશન કરવામાં આવે છે.

(11:49 AM IST)