News of Saturday, 14th December 2024
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કાનુનવિદો માટે ‘શપથ ગ્રહણ' સમારોહનું ૩૦મી એ આયોજન
અમદાવાદ ખાતે આયોજન મુખ્યમંત્રી, અમિત શાહ વિગેરે ઉપસ્થિત રહેશે

રાજકોટ, તા.૧૪: બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વકીલાતના વ્યવસાય માટે રજિસ્ટ્રેશન કરાવનાર કાનુનવિદો માટે સૌપ્રથમ વખત ‘શપથ ગ્રહણ' સમારોહનું આયોજન કરાયું છે. સોમવાર, તારીખ ૩૦મી ડીસેમ્બર, ર૦ર૪ના રોજ ‘વિજ્ઞાન ભવન' હોલ, સાયન્સ સિટી, સાયન્સસિટી સર્કલ, એસ.પી.રિંગરોડ, અમદાવાદ ખાતે યોજાનાર આ શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, રાજ્યના મુખયમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કાનુન મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનારછે.
બીસીજીના ચેરમેન જે.જે.પટેલ, વાઈસ ચેરમેન મુકેશભાઈ કામદાર, બીસીઆઈ મેમ્બર દિલીપભાઈ પટેલના જણાવ્યા મુજબ, તારીખ ૩૦ ડીસેમ્બરના સોમવારે યોજાનાર શપથ ગ્રહણ સમારોહ માટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાથે સંલગ્ન તમામ બાર એસોસિએશનોને ખાસ પત્ર પાઠવી તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા સિનિયર ધારાશાષાીઓને તેમજ બારના સભ્યો ઉપસ્થિત રહી શકશે. સોમવાર, તારીખ ૩૦મી ડીસેમ્બર, ર૦ર૪ના રોજ ‘વિજ્ઞાન ભવન' હોલ, સાયન્સ સીટી, સાયન્સસીટી સર્કલ, એસ.પી. રીંગરોડ, અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વકીલ મિત્રોએ પૂર્ણ ગણવેશમાં (કોર્ટ ડ્રેસમાં) ઉપસ્થિત રહેવા જણાવાયું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માંગતા બાર એસો.ના હોદ્દેદારો, કારોબારી સભ્યો સહિતના બીસીજી મેમ્બરોએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કચેરીને તા.ર૧/૧૨/ર૦ર૪ પહેલા ઈન્ચાર્જ સેક્રેટરી, સિધ્ધિ ડી. ભાવસારને તેમજ રાકેશ એચ. પટેલ મો.૯૯૭૪૪૦પ૩પ૩ અથવા દેવેન ડી. whatsapp ભોંસલે મો. ૭૦૪૮૪ પ૩૪૦૦ ઉપર મેસેજથી રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
