<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

નર્મદા જિલ્લામાંથી ફાગવેલ, પાવાગઢ જવા મોટી સંખ્યામાં સંઘ નીકળ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જીલ્લામાંથી તારીખ 14/12/2024 ના રોજ ફાગવેલ, પાવાગઢ જવા મોટી સંખ્યામા સંઘ અને વરઘોડા નીકળ્યા, તમામ ભક્તો પગપાળા સંઘ લઈને જાય છે અને પૂનમના દિવસે ભાથીજી દાદા ને ઘોડો ચઢાવે છે, ડેડીયાપાડા ના પાડા, મોજરા ખાતેથી પણ પગપાળા સંઘ નીકળ્યો આ સંઘ ગામે ગામ ફરી ફાગવેલ પહોંચશે. આખા વર્ષ દરમિયાન આ વખતે નર્મદા જિલ્લામાંથી ખુબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે, અમુક પોતાના વાહન દ્વારા અને અમુક ભક્તો ખાનગી વાહનો લઈ પૂનમેં દર્શન કરવા જાય છે.
જોકે સાંસદ મનસુખભાઈ વસાવાએ આ માટે હર્ષ સંઘવીને પત્ર લખી જાણ કરી છે કે, ફાગવેલ પાવાગઢ જતા યાત્રિકોને કોઈ પોલીસ અથવા ટ્રાફિક પોલીસ રોક ટોક ના કરે.માટે આ વર્ષે સંઘના ભક્તો શાંતિપૂર્ણ પહોંચી દર્શન કરશે.

(10:20 PM IST)