<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાહુલ ગાંધીએ કહ્યું: નોટબંધીના આઠ વર્ષ પછી રોકડનો વ્યવહાર પહેલા કરતા પણ વધી ગયો છે: એમએસએમઈ મેં ભારે નુકસાન: વેપાર જગતમાં ભયનો માહોલ છવાયો:કેન્દ્ર સરકારે આજથી આઠ વર્ષ પહેલા દેશભરમાં નોટબંધી લાગુ કરીને ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો બંધ કરી હતી. :એવામાં આજે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આંકડાઓ સાથે કેન્દ્ર સરકારની નીતિ સામે સવાલ ઉઠાવ્યા છે. રાહુલે કહ્યું કે નોટબંધીના આઠ વર્ષ પછી રોકડનો વ્યવહાર પહેલા કરતા પણ વધી ગયો છે. :રાહુલે વધુમાં કહ્યું કે નોટબંધીથી એમએસએમઈ - માઈક્રો સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇસીસ ને નુકસાન, માર્કેટમાં મોટા ઉદ્યોગોનો ઈજારો સર્જાયો છે. ખોટી નીતિઓના કારણે વેપાર જગતમાં ભયનો માહોલ છવાયો છે.8:50 PM IST

પાકિસ્‍તાનના ઇસ્‍લામિક આતંકવાદીઓએ કાશ્‍મીરના કિસ્‍તવાડમાં બે નિર્દોષ નાગરિકોની નિર્દયતાથી હત્‍યા કરીઃ ઉ.કાશ્‍મીરના બારામુલ્લાના સોપોરમાં પાકિસ્‍તાની આતંકીઓ અને સુરક્ષા દળો વચ્‍ચે અથડામણ ચાલુ જમ્‍મુ અને કાશ્‍મીરના કિશ્‍તવાડના જંગલ વિસ્‍તારમાં ઇસ્‍લામિક આતંકવાદીઓએ બે નિર્દોષ નાગરિકોની નિર્દયતાથી હત્‍યા કરી હોવાનું જાણીતા પત્રકાર આદિત્‍ય રાજ કોલે તેમના એકસ ટ્‍વીટર હેન્‍ડલ ઉપર જણાવ્‍યું છે. કુલદીપ કુમાર અને નસીર અહેમદ બંને નાગરિકો વિલેજ ડિફેન્‍સ ગાર્ડ હતા અને કાયર આતંકવાદીઓથી નાગરિક વસ્‍તીનું રક્ષણ કરવામાં સક્રિય રીતે સામેલ હતા. પાકિસ્‍તાની આતંકવાદી જૂથ જૈશ એ મુહમ્‍મદે કિશ્‍તવાડમાં બે નિર્દોષ નાગરિકોની હત્‍યાની જવાબદારી લીધી - એક હિન્‍દુ અને એક મુસ્‍લિમ. દરમિયાન ઉ. કાશ્‍મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરના પાણીપુરા વિસ્‍તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્‍ચે અથડામણ ચાલુ છે. ૨-૩ આતંકીઓને ઘેરી લેવાયાની શકયતા છે. પોલીસ, એસઓજી અને ભારતીય સેના કાર્યવાહી કરી રહી છે.12:19 PM IST

૧૦ નવેમ્બર એટલે વિશ્વ જાહેર પરિવહન દિવસ : ગુજરાતના જાહેર પરિવહનની જીવાદોરી, GSRTC : સલામત સવારી :: દરરોજ..૮,૩૨૦ બસ, ૪૨,૦૮૩ ટ્રીપ, ૩૪ લાખ બાવન હજાર કિલોમીટરનો પ્રવાસ : ૧૮.૨૧ લાખ ગ્રામીણ મુસાફરો, ૪૬ હજાર શહેરી મુસાફરો અને ૮.૩૦ લાખ વિદ્યાર્થીઓ- કુલ ૨૭.૧૮ લાખ નાગરિકો એસ.ટી. બસિસમાં મુસાફરી કરે છે : સરેરાશ ૬૮,૦૦૦ ટિકિટ ઓનલાઇન બુક થાય છે, જે ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ : સમાજના જરૂરતમંદ વર્ગોને રાહત દરે અથવા તો સંપૂર્ણ નિ:શુલ્ક પરિવહન સેવા : એસ.ટી. અમારી : ૧૬ ડિવિઝન, ૧૨૫ બસ ડેપો, ૧૫૧ બસ સ્ટેશન્સ અને ૧૫૫૪ જેટલા પીકઅપ સ્ટેન્ડ : ગુજરાતના ૧૮,૩૬૭ (૯૯.૩૪%) ગામડાઓનો પરિવહન પ્રાણ : આ વર્ષે એક જ દિવસમાં સૌથી વધુ ૧,૪૨,૦૦૦ ઓનલાઇન ટિકિટ બુકીંનો વિક્રમ : ૦૧ કરોડ ૧૦ લાખ પ્રવાસીઓનો ડેટાબેઝ - રોજના ૧૦ લાખ યુઝર્સ GSRTCની ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરે છે : સહુનો સંગાથ, સુવિધાજનક પ્રવાસ, બળતણની ઓછી ખપત, પૈસાની બચત : GSRTC એ BS-VI એમિમિશન નોર્મ્સ અનુસરતી ૩૮૦૦ બસ કાર્યરત કરનારુ દેશનું પહેલું સ્ટેટ ટ્રાન્સપોર્ટ યુનિટ4:42 PM IST

જયેશ સંઘાણીને ૫૦૦ કરોડની નોટીસનો ‘રેચ' અપાયો : નાગરીક બેન્‍કના પૂર્વ ચેરમેન - વર્તમાન ડિરેકટર તેમજ ‘સંસ્‍કાર' પેનલના પ્રણેતા શ્રી કલ્‍પક મણીઆરે સીનીયર એડવોકેટ બી.બી. ગોગીયા મારફત ૫૦૦ કરોડની બદનક્ષીની નોટીસ ફટકારતા ખળભળાટ : બેન્‍કના ડેલીગેટ જયેશ સંઘાણીએ પાયાવિહોણી, મનઘડત તેમજ બદઈરાદા પૂર્વકની પોસ્‍ટ સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરતા ‘સંસ્‍કાર' પેનલ ધર્મ યુદ્ધ માટે મેદાને : મણીયારે બેન્‍કને કૌભાંડ મુકત બનાવવા તેમજ બચાવી લેવા માટે સંઘના સ્‍વયંસેવક તરીકેની જવાબદારી અદા કરી રહેલ છે જે લોનની વાત થઈ રહી છે તે નલીનભાઈ વસા ચેરમેન હતા અને જીવણલાલ પટેલ વાઈસ ચેરમેન હતા તેમના કાર્યકાળમાં ૨૦૧૬માં લોન આપવામાં આવેલ : આમાં કલ્‍પકભાઈનો રોલ નથી : સંસ્‍કાર પેનલ3:22 PM IST

હસનવાડીના મહેન્‍દ્રભાઇ મહેતાને ડિજીટલ એરેસ્‍ટ કરી ૫૬ લાખ પડાવ્‍યા : જુનાગઢના શકમંદની પુછતાછ : ૭૩ વર્ષના નિવૃત બેંક અધિકારીને મુંબઇના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરના નામે ગઠીયાએ ફોન કરી કહ્યું-તમારા વિરૂધ્‍ધ એફઆઇઆર દાખલ થઇ છે, વોરન્‍ટ નીકળ્‍યું છે, તમે મની લોન્‍ડ્રીંગમાં સામેલ છો, ૨૪૭ લોકો સાથે ફ્રોડમાં પણ તમારુ નામ છે કહી ખુબ ડરાવ્‍યા : વ્‍હોટ્‍સએપ પર સતત સવાર બપોર સાંજ ફોટા મોકલી રિપોર્ટ આપવાનું કહ્યું: ઇડી, આરબીઆઇના નામે લેટર મોકલ્‍યાઃ તમારી તમામ રોકડનું ક્રોસ વેરીફિકેશન કરવું પડશે, જે તમને ત્રણ દિવસમાં પાછા મળી જશે કહી બે ખાતામાં ૬ અને ૫૦ લાખ મેળવી લીધા : કમ્‍બોડિયન ગેંગનું કારસ્‍તાન હોવાની પ્રાથમિક વિગતો ખુલી11:07 AM IST