હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધારીખેડા સુગર ફેકટરીના બગાસ પ્લાન્ટમાં બાળ મજૂરોનો ઉપયોગ...?!!
પ્લાન્ટમાં કામ કરતા ૧૭ વર્ષીય બાળ મજૂરનું મશીનના પટ્ટામાં ફસાઈ જતા મોત, કોણ જવાબદાર:બાળ મજૂરના નિયમોનું પાલન નહીં કરનાર ધારીખેડા સુગરના જવાબદાર સામે પગલા લેવાશે..?

(ભરત શાહ દ્વારા ) નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા ધારીખેડા ગામની સુગર ફેક્ટરીમાં કામ કરનાર એક બાળ મજૂરનું મશીનના પટ્ટામાં આવી જતા મોત થયું હોય ત્યારે આ બાળકના મોત માટે જવાબદાર સામે પગલા લેવાઈ એ જરૂરી જણાય છે
પ્રાપ્ત માહિતી અનુસાર ગુલાબ નારાયણ પાવરા( હાલ રહે.ધારીખેડા સુગરફેકટરી, મૂળ રહે.ઉમરદા તા.શિરપુર જી.ધૂળે (મહારાષ્ટ્ર) નાઓ એ આમલેથા પોલીસને જાણ કર્યા મુજબ છગન ગુલાબ પાવરા( ઉ.વ.૧૭)( હાલ રહે. ધારીખેડા સુગરફેકટરી, મૂળ રહે.ઉમરદા તા.શિરપુર જી.ધૂળે (મહારાષ્ટ્ર) નામનો બાળક બગાસ સાફ કરતો હતા તે વખતે આકસ્મિત રીતે બગાસ બેલીંગ મશીનના પટ્ટામાં ફસાઇ જતા માથામાં અંદરના ભાગે ઇજા થતા તેનું મોત નીપજતા આમલેથા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં બાળ વિભાગની કચેરી કાર્યરત છે અને ભૂતકાળમાં ત્યાંના અધિકારીઓ એ કેટલાક બાળ મજૂરો બાબતે જે તે સંસ્થા સામેં પગલા લીધા છે ત્યારે સુગર ફેક્ટરી કે આવા બીજા એકમો માં પણ આકસ્મિક તપાસ કરવી જરૂરી છે. આ ઘટના માં પણ માત્ર ૧૭ વર્ષીય બાળકનું મોત થતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. તો આ ઘટનાની લાગતા વળગતા અધિકારી ઊંડાણપૂર્વક તપાસ કરી કસૂરવારો સામે પગલા લેવાશે..? કે રાજકીય દબાણને વસ થશે..









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
