<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

વ્યાધર ગામમાં મંડપ ડેકોરેશનના બાકી નિકળતા રૂપિયા બાબતે મારમારી

બાકી નીકળતા રૂપિયા ૨૪,૦૦૦ બાબતે બોલાચાલી બાદ લેણદાર રૂપિયાના બદલામાં મોટરસાઇકલ લઈ જતા મામલો બગડ્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વ્યાધર ગામમાં મંડપના રૂપિયા લેવા બાબતે મારામારીની ઘટના બાદ ફરિયાદ નોંધાઈ છે

  મળતી માહિતી અનુસાર વિનયભાઈ સતિષભાઈ તડવી ( રહે. પટેલ ફળિયું. વ્યાધર તા. તિલકવાડા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ ગામના કેયુરભાઈ જશુભાઈ તડવી ના ઘરે પોતાના મંડપ ડેકોરેશનના બાકી નિકળતા રૂપીયા ૨૪,૦૦૦-લેવા માટે ગયેલ ત્યારે કેટુરભાઈના પિતાજીએ જણાવેલ કે તમને હુ અડધા રૂપીયા આપીશ અને તમારા બાકી નિકળતા રૂપીયા આપવાનો નથી તેમ કહેતા તેમના ભત્રીજાની મો.સા. લઈને વિનયભાઈ પોતાના ઘરે આવતા રહેલ અને ફોન કરી કેયુરભાઈ ના પિતાને જણાવેલ કે તમો મને બાકી નિકળતા રૂપીયા નહી આપો તો હુ તમારૂ મો.સા.નહી આપુ તેવી વાત કરતા કેયૂરભાઈ તથા તેના પિતાજી વિનયભાઈ ના ઘરે મો.સા.લેવા માટે ગયા અને ત્યાં કઇ કહયા વગર ઝપાઝપી કરી અને ગાલ પર ઉપરા ઉપરી ચાર તમાચા તથા તેના હાથમાં પહેરેલ કડુ માથામાં મારી દેતા ચામડી ફાટી જતા લોહી નીકળતા તિલકવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:27 PM IST)