News of Sunday, 15th December 2024
ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવતર પહેલ શરૂ : 1 કરોડથી વધુ ખેતીલાયક પ્લોટનો સર્વે કરાશે
આ ડિજિટલ ક્રોપ સર્વેના લીધે જે અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નં. 12 ની નોંધણી કરવામાં આવતી હતી: 15 ડિસેમ્બરથી 45 દિવસ સુધી સર્વેની કામગીરી કરાશે: રાજ્યના 18,464 ગામોમાં સર્વે હાથ ધરવામાં આવશે

ગાંધીનગરકઃ ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ 2024-25 સીઝનનો ડિજિટલ ક્રોપ સર્વે ગત તા. 25 ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
હવે રવિ સીઝન શરૂ થતા રાજ્યના 33 જિલ્લાના તમામ ખેતર માટે રવિ 2024-25 ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આજ તા. 15મી ડિસેમ્બરથી રાજ્યભરમાં 45 દિવસ સુધી જે-તે ગ્રામ્ય લેવલે પસંદ કરેલ સર્વેયર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના 33 જિલ્લાના 18,464 ગામોમાં તમામ ખેતીલાયક વિસ્તારના આશરે એક કરોડથી વધારે સર્વે પ્લોટને આવરી લેવાશે.
આ ડિજિટલ ક્રોપ સર્વેના લીધે જે અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નં. 12 ની નોંધણી કરવામાં આવતી હતી, જે પૂરે પૂરી થતી નહોતી, જે ડિજિટલ ક્રોપ સર્વે થકી જે-તે સર્વે નંબર ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં 100 % પાણીપત્રક નમૂના નં. 12 માં નોંધણી થશે. જેથી નમૂના નં. 12 માં પાકની નોંધણી સદર બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે.
(12:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
