<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

ખ્યાતિ હોસ્પિટલના ડાયરેકટરરાજશ્રી કોઠારીને રિમાન્ડ માંગવા કોર્ટમાં કરાયા રજૂ

અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલના ડાયરેકટર એવા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે રાજશ્રી કોઠારીના આગોતરા જામીન રદ કર્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે.

(4:29 PM IST)